તાપી : કુકરમુંડાનાં ગ્રુપ ગ્રામ પંચાયત ફૂલવાડીનાં પાટી ગામમાં મનરેગા હેઠળ કામોની માંગણી કરવા છતાં ના તો કામ મળ્યું ના તો બેરોજગારી ભથ્થું મળ્યું !!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ફૂલવાડી ગામમાં સમાવેશ થતાં પાટી ગામના ગ્રામજનોએ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ હેઠળ ગ્રામપંચાયત ફુલવાડીમાં તા. ૭/૧૨/૨૦૨૦ના રોજ અરજી કરી પાટીના ગ્રામજનોએ મનરેગા હેઠળ કામોની માંગણી કરવામાં આવેલ હતી, મનરેગા હેઠળ કામોની માંગણી કર્યા બાદ પણ પાટી ગામના ગ્રામજનોને ૩૦ દિવસ થવામાં આવેલ છે, છતાં પણ આજે દિન સુધી મનરેગા હેઠળ પાટી ગામના ગ્રામજનોને રોજગારી આપવામાં આવેલ નથી !? કાયદા મુજબ મનરેગા હેઠળ કામોની માંગણી કર્યા પછી ૧૫ દિવસમાં કામ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે અને ૧૫ દિવસની અંદર અરજદારોને મનરેગા હેઠળ કામો ના આપવામાં આવે તો અરજદારોને મનરેગા હેઠળ બેરોજગારી ભથ્થું સરકારશ્રી દ્વારા પૂરું પાડવાની જોગવાઈ કરવામાં આવેલ છે. પરંતુ મનરેગા હેઠળ કામ માંગનાર અરજદારોને ૩૦ દિવસ બાદ પણ કામ આપવામાં આવતું નથી ! કુકરમુંડા તાલુકા તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી ગયુ હોય એવું પ્રતિત થઈ રહયું છે ?
પાટી ગામના ગ્રામજનો જણાવે છે કે, હાલમાં લોકો બેરોજગાર બન્યા છે. રોજગાર માટે લોકો ગામથી શહેર તરફ સ્થળાંતર કરવુ પડી રહયું છે. રોજીરોટી માટે લોકો ગામથી શહેર તરફ જઈ રહયા છે. એક તરફ સરકાર બેરોજગારને રોજગારીની ગેરંટી આપે છે, ત્યારે કોને રોજગારી મળી ? કુકરમુંડા તાલુકાના પાટી ગામમાં તો જોબકાર્ડ પણ કોરા જોવા મળી રહયા છે તો પછી કોને રોજગારી મળી હશે ? આ પ્રશ્ન કુકરમુંડા તાલુકાના અધિકારીઓ પર ઉઠી રહ્યાં છે ? પાટી ગામના ગ્રામજનોને મનરેગા હેઠળ ૩૦ દિવસ પૂર્ણ થયા બાદ પણ કામો આપવામાં આવ્યા નથી ? જે અંગે એક અરજી તાલુકા ફરિયાદ નિવારણમાં પણ આપવામાં આવેલ છે.
હવે જોવું રહયું કે પાટી ગામના ગ્રામજનોને મનરેગા હેઠળ રોજગારી આપવામાં આવશે ? કે પછી કુકરમુંડા તાલુકાના અધિકારીઓ હાથ પર હાથ ધરીને બેસી રહશે ? તે આવનાર સમયમાં ખબર પડશે.