તાપી ABVP દ્વારા સરકારી છાત્રાલયો શરૂ કરવાની માંગ કરતું આવેદન પત્ર કલેક્ટરને સોંપ્યુ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તારીખ 08/12/2020 ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા સરકારી છાત્રાલયો શરૂ કરવા માટે તાપી જીલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

જેમાં આગામી ૧૫ તારીખથી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીની વિવિધ પરીક્ષાઓ ચાલુ થાય છે, આપણાં જિલ્લામાં અંતરીયાળ વિસ્તારથી આવતાં વિધાર્થીઓ જેમાં મોટે ભાગે આદિવાસી વિદ્યાર્થીઓ હોય જેમાં કોરોના મહામારીમાં રોજે રોજ અપડાઉન ના કરવા પડે અને અભ્યાસમાં પૂરતો સમય આપી શકે તે હેતુથી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આપશ્રીને વિનંતી કરે છે કે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કોવિડ – ૧૯નાં નિયમો મુજબ સરકારી છાત્રાલય ખોલવામાં આવે અને વિદ્યાર્થી હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે એવી માંગ કરવામાં આવી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other