કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની ડાંગની જનતાને 8 કરોડના ખર્ચે મોબાઈલ કનેક્ટિવિટી મંજુર કરી સમગ્ર ડાંગ જિલ્લાને ભેટ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં 173 વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની ડાંગની જનતાને 8 કરોડના ખર્ચે મોબાઈલ કનેક્ટિવિટી મંજુર કરી સમગ્ર ડાંગ જિલ્લાને ભેટ આપી.
રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ પ્રકૃતિ કીલાદ કેમ્પ સાઇટ ખાતે પત્રકારોને સંભોધતા જણાવ્યું હતુ કે ગુજરાત રાજ્યના છેવાડે આવેલા દુર્ગમ પહાડી વિસ્તારમાં વસતા આદિવાસી લોકોને મુશ્કેલીના સમયે મોબાઈલ કનેક્ટિવિટી મળતી ન હોય ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ગત વિધાનસભા ની પેટા ચૂંટણી પ્રચાર વખતે સ્થાનિક યુવાનો, આગેવાનો દ્વારા ડાંગના અંતરિયાળ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિવિટી ના અભાવે કોરોના કાળમાં અભ્યાસ કરતા વિઘ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ,અને પશુપાલકો,ખેડૂતોને ઓનલાઈન યોજનાઓ ન મળતી હોય મંત્રી શ્રી ને રજૂઆતો કરવામાં આવી હતી. જે અનુસંધાને આદિજાતિ મંત્રી એ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી,અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ને રજુઆત કરી આદિવાસી વિસ્તાર ડાંગની પરિસ્થિતિ નો ચિતાર રજૂ કરતા સરકારે આદિજાતિ વિકાસ વિભાગ માંથી 8 કરોડના ખર્ચે 11 મોબાઈલ
ટાવરો 1. ચિંચલી,2 ગલકુંડ,3 કલમખેત, 4સિલોટમાળ,5 ઝાવડા,6 કોશિમદા, 7 પોળસમાળ, 8 ચીંચવિહીર,9 બરડીપાડા,10 કસાડબારી,અને 11.શીંગાણા માં બનાવવાની મંજૂરી આપવામાં આવતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી છે.
કુદરતી સૌંદર્ય ભરપૂર એવા ડાંગ જિલ્લામાં ઇકો ટુરિઝમ ઉદ્યોગ ફુલયોફાલ્યો છે .ડાંગ જિલ્લામાં ડુંગરાળ વિષમ પરિસ્થિતિ અને મોબાઈલ કનેક્ટિવિટી ના અભાવે જંગલ વિસ્તારમાં આવેલા ઇકો ટુરિઝમ સ્થળોએ પ્રવાસીઓ સહિત પ્રકૃતિપ્રેમીઓ એડવાન્સ બુકીંગ ન કરી શકવા ના કારણે ઇકો વન સમિતિ કે હોમ સ્ટે ની સુવિધા ધરાવતા સંચાલકોને ભારે નુકસાની વેઠવાની નોબત ઉભી થતી હતી, તેવામાં હાલ 11 જેટલા બીએસએનએલ ટાવરો ની મજૂરી મળતા સમગ્ર ડાંગ જીલ્લો મોબાઈલ કનેક્ટિવિટી થી આવરી લેવાતા જિલ્લાના વિકાસમાં ચાર ચાંદ લાગી જવા પામ્યો છે.વધુમાં મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે ભૂતકાળની કોંગ્રેસની સરકારે આદિવાસી ઓને વોટબેંક તરીકે માત્ર ઉપયોગ કર્યો હતો. ભાજપ સત્તામાં આવ્યા બાદ આદિવાસીઓ બાપ દાદા ના સમય થી જંગલ જમીન ખેડતા આવ્યા છે, જેને સૌથી વધુ આદિવાસી લાભાર્થીઓને હક્ક પત્રો આપી પગભર કરવાનું કામ કર્યું છે.તેમજ હજી પણ ખેતી કરતા સાચા લાભાર્થીઓને અમારા આદિજાતિ વિભાગ દ્વારા સર્વે હાથ ધરી હક્ક પત્રો આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ જીલ્લામાં વર્ષોથી બિસમાર બનેલ માર્ગોને અપગ્રેડ કરવા 60 કરોડની માતબર ખર્ચે પાકી ડામર સપાટીની સડક નિર્માણ ની કામગીરી ચાલુ કરવામાં આવી છે. તથા પીવાનું શુધ્ધ પાણી માટે 47 કરોડના ખર્ચે ચેકડેમો ની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય,વીજળી,અને શિક્ષણ જેવી પાયાની સવલતો આપવા સરકાર કટીબદ્ધ બની છે.સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી પહેલા 11 ટાવરો બનાવવા આદિજાતિ વિભાગ માંથી 8 કરોડની માતબર ગ્રાન્ટ મંજુર થતા ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ ,જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ પવાર,ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયા, પ્રભારી કરશનભાઈ પટેલ,મંત્રીરમણલાલ પાટકર, સંસદ કે.સી.પટેલ ,માજી ધારાસભ્ય મંગળ ગાંવીત,મહામંત્રીઓ કિશોરભાઇ ગાંવીત,રાજેશભાઈ ગામીત,હરિરામ સાવંત,બાબુરાવભાઈ ચૌર્યા સહિત કાર્યકરો ,આગેવાનોએ કામગીરીને બિરદાવી આવકારી હતી.