ડાંગ જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવતા અમુક વિસ્તારોમાં હિલસ્ટેશન જેવો માહોલ સર્જાયો
Contact News Publisher
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવતા વહેલી સવારથી જ કમોસમી માવઠાનું વાતાવરણ છવાયું હતું જેને લઈને જીલ્લાના અમુક વિસ્તારોમાં અચાનક પલટો આવતા કમોસમી માવઠાંનું વાતાવરણ થતાં, ખેડૂતોમાં ચિંતાનું મોઝુ ફરી વળ્યુ છે. જ્યારે હવામાન વિભાગની આગાહી ને લઈને ડાંગ જિલ્લાના ગીરીમથક સાપુતારા સહિત આહવા, વઘઇ ના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો કમોસમી માવઠાની ભીતિથી ખેડુતોના પાકને ભારે નુકશાન થવાની શકયતાઓ સેવાઇ રહી છે, વરસાદી વાતાવરણના કારણે હવામાન ઠડુંગાર બની ગયું છે જયારે ગીરીમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ સાથે કમોસમી વરસાદ થતાં ઠંડી નો ચમકારો જોવા મળ્યો હતો સાથે ઠંડીના ચમકારા ને લઈને સહેલાણીઓનો આનંદ બેવડાયો હતો