માંગરોળ તાલુકાની કોવિડ-૧૯ની રસીકરણની ડ્રાય રનમાં ૬૦ લાભાર્થીએ ભાગ લીધો : કાર્યક્રમ સંપૂર્ણ સફળ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : હવે ટૂંક સમયમાં જ કોવિડ-૧૯ ની રસી આવનાર છે.ત્યારે આ રસી નાગરિકોને કેવી રીતે મુકવામાં આવ શે.એ માટે હાલમાં દ્રાય રન નાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેનાં ભાગરૂપે માંગરોળ તાલુકાનો કોવિડ-૧૯ ની રસીકરણની દ્રાય રનનો કાર્યક્રમ તાલુકાની એક માત્ર તરસાડી ખાતે આવેલી નગરપાલિકા ખાતે તરસાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ૬૦ જેટલાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં માંગરોળ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. પી. શાહી, ડો. એઝાંઝ માજરા, ડો. મિલન પટેલ અને સમગ્ર માંગરોળ તાલુકાનો આરોગ્ય ખાતાનો સ્ટાફ હાજર રહ્યો હતો.કાર્યક્રમમાં લાભાર્થીઓનાં રીપોર્ટિંગ સાથે રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં ૬૦ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. ડ્રાય રનમાં વાસ્તવિક રસીકરણની જેમ જ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.સરકાર તરફથી રસીનો જથ્થો મળતાં જ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. રસીકરણ માટે લાભાર્થીઓને મેસેજથી જાણ કરવામાં આવશે. વેકસીનેટર વડે વેકસીન આપવામાં આવશે. વેકસીનેશન બાદ તીસ મિનિટ સુધી રિકવરી રૂમમાં રાખવામાં આવશે. જ્યાં વેકસીન લેનારને કોઇ તકલીફ નથી. તેની ખાતરી કર્યા બાદ લાભાર્થીને ઘરે જવા દેવામાં આવશે. જો કે ડ્રાય રનનો આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ રહ્યો હતો.