તાપી જિલ્લામાં કોવિડ-૧૯ વેક્સિનેશન માટેની ડ્રાય રન (મોક ડ્રીલ) યોજાઇ

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :- તાપી જિલ્લામાં વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાયરસ મહામારીને નાથવા કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી વેક્સિનેશનની કામગીરી સુચારુ રીતે થાય તે માટે આજરોજ ડ્રાય રન ( મોક ડ્રીલ) યોજાઇ હતી. જિલ્લામાં કોવિડ વેકસિનેશન માટેની તમામ વ્યવસ્થાઓ સાથે સંપૂર્ણ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં વેક્સિનેશનની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે આજે ભાગરૂપે તાપી જિલ્લામાં કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ આજે વ્યારા સ્થિત જનરલ હોસ્પિટલ, કાલીદાસ હોસ્પિટલ અને દક્ષિણાપથ વિદ્યાલય તથા સોનગઢ તાલુકામાં પ્રાથમિક શાળા ખરસી અને ઉચ્છલ તાલુકામાં પી.એચ.સી.ચીતપુર મળી પાંચ સ્થળોએ ડ્રાય રન એટલે કે, મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલની ઉપસ્થિતીમાં આ કામગીરી દરમિયાન સ્ટાફની પ્રતિબદ્ધતા, વેકસીનેશનની સંપુર્ણ કામગીરી, તત્કાળ નિર્ણયશક્તિ દરેક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ આગામી દિવસોમાં યોજાનાર વેકસીનેશન દરમિયાન લોકોને મૂંઝવતા પ્રશ્ન વિશે પણ સ્થળ પરના ડોક્ટર, અન્ય કર્મીઓ દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડ્રાય રન એટલે એક પ્રકારની મોકડ્રીલ. જેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વેક્સિનેશન માટેની માહિતી અને શિક્ષણનો પ્રચાર-પ્રસાર, કોલ્ડ સ્ટોરેજથી લઈ રસીકરણ કેન્દ્ર સુધી રસી લઈ જવાની વ્યવસ્થા રસીકરણ અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા સહિતની તમામ જરૂરી પ્રક્રિયા કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other