તાપી જીલ્લા સેવા સદન વ્યારા ખાતે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન અમૃત આહાર મહોત્સવ યોજાશે : પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સ્ટોલ પ્રદર્શન
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :– દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સરકારના નવીન અભિગમ અન્વયે જીલ્લા સેવા સદન વ્યારા ખાતે અમૃત આહાર મહોત્સવનું આયોજન કરાયું છે. તા.૨૫ થી ૩૧ ડીસેમ્બર દરમિયાન જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પાસે અમૃત આહાર મહોત્સવમાં પ્રાકૃતિક પેદાશોના વિવિધ સ્ટોલ વેચાણ માટે પ્રદર્શીત કરાશે.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય તથા ઉત્પાદનમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. પ્રાકૃતિક કૃષિ ની ખેતપેદાશો ઉત્પાદિત કરતા ખેડુતોને પ્રોત્સાહન મળે તથા માર્કેટ-વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેર મુકત શાકભાજી, અનાજ તથા અન્ય કૃષિ સંલગ્ન ખાદ્ય પેદાશો મળી રહે તેવા ઉમદા હેતુ થી તાપી જીલ્લામા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખા અમૃત મહોત્સવનું આયોજન કરાયું છે. અમૃત આહાર મહોત્સવ કાર્યક્રમમા તાપી જિલ્લા ના દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેત પેદાશો જેવી કેશાકભાજી ધાન્ય તથા કઠોળ પેદાશોના ૨૫ જેટલા સ્ટોલમાં વેચાણ અર્થે પ્રદર્શિત કરવામાં આવશે. તાપી જિલ્લાની જનતાને આ અમૃત આહાર મહોત્સવનો લાભ લેવા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.આર. ચૌધરી વ્યારા દ્વારા જણાવાયું છે.
…….