વ્યારા ખાતે  રોલ ઓબઝર્વરશ્રી હર્ષદકુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :- ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા.૯મી નવેમ્બર થી તા.૧૫ ડિસેમ્બર,૨૦૨૦ દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૧ જાહેર કરવામાં આવેલ છે. જે અંવયે તાપી જિલ્લામાં હાથ ધરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવા માટે આજે ઈલેક્ટ્રોલ રોલ ઓબઝર્વરશ્રી હર્ષદકુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક્ની શરૂઆતમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર આર.જે.હાલાણીએ તાપી જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન ચુંટણીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતવાર જાણકારી આપતા જણાવ્યું હતુ કે, ૧૮-૧૯ વયજુથના મતદારોની સંખ્યા સને ૨૦૨૧ ના સેન્સસ પ્રમાણે પ્રોજેકટેડ વસ્તી ૨૩૯૩૩ મુજબ ડ્રાફટ રોલમાં ૩૯૩૧ મતદારો નોંધાયેલ છે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૧ અંતર્ગત મતદાર જાગૃતિની એકટીવીટી સંદર્ભે, જાહેર સ્થળો પર પોસ્ટર બેનર્સ હોર્ડીંગ્સ લગાવી પ્રચાર પ્રસાર કરી વધુમા વધુ યુવા મતદારો નોંધણી કરાવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. તંત્રના સતત પ્રયાસોથી લોકોમાં જાગૃતિ આવતા આ કાર્યક્રમને સારી સફળતા મળી છે.
રોલ ઓબઝર્વરશ્રી હર્ષદકુમારે જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા મતદાર જાગૃતિ અંગે હાથ ધરવામાં આવેલ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારી અને ઈ.ચાર્જ નાયબ ચુંટણી અધિકારી નૈતિકા પટેલે પ્રેઝન્ટેશન રજુ કરી ઓબ્ઝર્વરશ્રીને માહિતગાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે,તાપી જિલ્લામાં ૧૭૧.વ્યારા (અ.જ.જા) અને ૧૭૨.નિઝર (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગએમ બે વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. તાપી જિલ્લાની સને ૨૦૨૧ સેન્સસ મુજબ પોજેકટેડ વસ્તી ૭૨૧૯૮૬ મુજબ જિલ્લાના કુલ મતદારો ૪૮૦૦૧૧ થાય છે. જે પૈકી પુરુષ મતદારો ૨૩૬૧૨૧ સ્ત્રી મતદારો ૨૪૪૮૮૬ તથા થર્ડ જેન્ડર (અન્ય) મતદારો ૪ નોંધાયેલા છે.
જિલ્લામાં કુલ ૯ કોલેજોમાં ૯ કેમ્પસ એમ્બેસેડરની નિયુક્તિ કરી વયજુથ ૧૮-૧૯ યુવા મતદારો વધુમાં વધુ મતદાર તરીકે નામ નોંધણી કરાવે તે માંટે કેમ્પસ એમ્બેસેડર દ્વારા સઘન પ્રયત્ન કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે ફોર્મ.૬ના કુલ ૧૫૭૯૯ પૈકી ૧૮-૧૯ વય જુથના ૮૮૫૨ ફોર્મ મળેલ છે જેથી અત્રેના જિલ્લાના ૧૮-૧૯ વય જુથના રેશિયામાં ૧.૨૩ ટકા જેટલો નોંધ પાત્ર સુધારો થયેલ છે.
જિલ્લામાં જે.બી એન્ડ એસ.એ સાર્વજનિક હાઇસ્કુલ વ્યારા ખાતે તા.૩જી ડિસેમ્બર,૨૦૨૦ વિશ્વ વિકલાંગ દિનની ઉજવણીક કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગજનોમાં મતદાર જાગૃતિ અને કેળવણી માટે ખાસ પ્રયત્ન કરવામાં આવેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા વર્ષ ૨૦૧૮ ને સુગમ નિર્વાચન તરીકે જાહેર કરેલ છે. જે અંતર્ગત દરેક મતદારને મતદાર તરીકે નોંધણી કરવામાં આવે તેમજ મતદાન મથક પર સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી સવલતો ઉપલબ્ધ કરાવવાનો આશય રહેલો છે. જેમાં ખાસ કરીને દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રકિયામાં શક્ય તેટલી તમામ સુવિધાઓ મળી રહે તે હેતુસર અત્રેથી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.
અત્રેના તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧.વ્યારા (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૩૯૯૨ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. જે પૈકી ૩૯૭૧ દિવ્યાંગ મતદારો ને ટેગીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તથા ૧૭૨.નિઝર (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૩૦૩૪ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. અને તમામ મતદારોની ટેગીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં કુલ ૭૦૨૫ દિવ્યાંગ મતદારો પૈકી ૭૦૦૫ દિવ્યાંગ મતદારોને ટેગીંગ કરવામાં આવેલ છે. બેઠકમાં વ્યારા પ્રાંત અધિકારી હિતેષ જોષી, નિઝર મેહુલ દેસાઈ, રાજકિય પક્ષોના આગેવાનો સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
……

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other