માનવતાની મહેક : કીમ ચારરસ્તા ખાતે એક રિક્ષા ચાલકે ભુલી ગયેલ લેપટોપ માલઈકને પરત કર્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે તારીખ ૨૩ મી ડિસેમ્બરનાં રોજ સવારનાં સાત વાગ્યે કામરેજ થી કીમ ચારરસ્તા તરફ આવતા સંજયભાઈ સોલંકી નામના મુસાફર એમનું કિમતી લેપટોપ રીક્ષામાં ભૂલી ઉતરી ગયા હતા ,જ્યારે રીક્ષા ચાલક હથોડા-નરોલીના રહીશ ઇમરાનભાઈ ચક્કી વાલાને પાછળથી ખબર પડી કે મુસાફર લેપટોપ લીધા વીનાં ઉતરી પડ્યો છે. દિલમાં ઇસ્લામ ધર્મનો જ્ઞાન યાદ આવતા મુસ્લીમ સમાજના પેગંબરના ફર માન મુજબ જેની વસ્તુ છે, તેને સહી સલામત તેના માલિકને પહોંચાડવી જોઈએ, એવા ઇરાદાથી શોધ ખોળ કરતા મૂળ માલિકની ઓળખ મળતાં, રિક્ષા ચાલકે સંજય ભાઈને શોધી એમનું લેપટોપ પરત કરી દીધું છે, સંજય ભાઈએ રીક્ષા ચાલકને ઈનામ રૂપે રકમ આપવામાં આવી હતી.પરંતુ ઇમરાને આ રકમ સ્વીકારવાની ના પાડીને એક માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ અંગેની જાણ આ વિસ્તારમાં વાયુવેગે ફેલાતાં લોકોમાં અને રિક્ષા ચાલકોએ ચાલાક ઇમરાન ને શુભેચ્છા પાઠવી હતી.