તાપી જીલ્લા વહિવટી તંત્રને અર્પણ : કુકરમુંડાનાં તુલસા થી મેડવાડને જોડતાં આંતરરાજ્ય રસ્તાનું ખાતમુહૂર્ત તો થયું પણ રસ્તો હજું બન્યો નથી : બોર્ડર વિલેજની ગ્રાન્ટ ચાઉં થઈ ગઈ !?
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના છેવાડા કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામપંચાયત રાજપુર ગામમાં સમાવેશ થતાં તુલસા ગામને મહારાષ્ટ્ર સાથે જોડતા રસ્તાનું અગાઉ પણ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. છતાં પણ આજદિન સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી !
આદિવાસી વિસ્તારમાં જયા જ્યા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યને જોડતા રસ્તાઓ માટે ટ્રાઇબલ (બોર્ડર વિલેજ) માટે અલગ ગ્રાન્ટ ફાળવામાં આવે છે. છતા આજદિન સુધી તુલસા થી મેડવાડ (મહારાષ્ટ્ર) ને જોડતો રસ્તો બનવામાં આવેલ નથી ? તુલસાના ગ્રામજનો જણાવે છે કે વર્ષોથી સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય અને ધારાસભ્યને મૌખિક રજુઆત કરવામાં આવી હતી. અને અમને આશ્વાસન આપતા કહેવામાં આવ્યું કે તુલસા ગામથી મેડવડ (મહારાષ્ટ્ર) તરફ જતો રસ્તો બનાવી આપવામાં આવશે. પરંતુ સમય વીતવા લાગ્યો છતાં પણ આ રસ્તો બનાવવામાં આવ્યો નથી. રસ્તા પર મોટા મોટા ખાડાઓ જોવા મળી રહયા છે, રસ્તો હાલમાં પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહયો છે. આ રસ્તો ખેડૂતો માટે બહુ ઉપયોગી છે. પરંતુ હાલમાં ટ્રેકટર પણ આ રસ્તા પર ના જઈ શકે તેવી હાલત રસ્તાની થઈ ગઈ છે. હાલના સરપંચને પણ વારંવાર મૌખિક રજુઆત કરવામાં આવી છે. શું સરપંચ આંખ કાન આડા કરીને બેસી રહયા છે ? ગ્રામજનો પોતાની વેદના કોને કહેવા જાય. સરકારશ્રી દ્વારા ટ્રાઇબલ વિસ્તારમાં બોર્ડર વિલેજની ગ્રાન્ટમાં લાખો રૂપિયા ગામો માટે આપવામાં આવે છે. છતાં પણ સ્થાનિક અધિકારીઓ બોડર વિલેજની ગ્રાંટમાં લાખો રૂપિયા પણ બારોબાર ચાવ કરી જાય છે કે શુ ? હાલમાં એ જોવાનું રહયું કે તુલસા ગામથી મેડવડ (મહારાષ્ટ્ર) તરફ રસ્તો બનાવામાં આવશે કે પછી સ્થાનિક અધિકારીઓ હાથ પર હાથ ધરીને બેસી રહેશે ?