તાપી : વ્યારા ખાતે સુશાસન દિવસ ઉજવણીના આયોજન અંગે બેઠક મળશે

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : – ભારતના પૂર્વ વડાપ્રધન સ્વ.અટલબિહારી વાજપાઈના જ્ન્મ દિવસને કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે તા.૨૫.૧૨.૨૦ના રોજ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ સાત પગલા ખેડુત ક્લ્યાણ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી/મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી/સહાયનું વિતરણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ ઉજવણીના સુચારૂ આયોજન માટે કલેક્ટર કચેરીના સભાખંડમાં તા.૨૪.૧૨.૨૦નારોજ સવારે ૧૧.૦૦ કલાકે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેની સબંધિત અધિકારીઓએ નોંધ લેવી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other