આહવા ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ઓનલાઈન “કલા ઉત્સવ” સ્પર્ધા યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લા સર્વ શિક્ષા અંતર્ગત ડાંગ જિલ્લાનું કલા ઉત્સવ ૨૦૨૦ની સ્પર્ધા ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે સ્પર્ધા યોજાઈ હતી.
કલા ઉત્સવ ૯ વિભાગની ૧૮ સ્પર્ધા ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે હાલ કોવિડ૧૯ની પરિસ્થિતિ ને ધ્યાને લેતા શાળાનાં વિદ્યાર્થીઓ ઘર બેઠા વિડિઓ ઓડીઓ મારફતે ભાગ લીધો હતો. સ્થાનિક નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં ૧ કુમાર અને ૧ કન્યા સ્પર્ધક ને ઝોન કક્ષાએ મોકલશે ઝોન કક્ષાએ તારીખ ૩૦/૧૨/૨૦ થી તા.૨/૧/૨૦૨૧ લાઈવ જીવંત ઓનલાઈન મોડથી યોજાશે.
ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભૂંસારાના માર્ગદર્શક હેઠળ નોડલ ઓફિસર તરીકે ઇ.આઈ. વિજયભાઈ દેશમુખ, સબ નોડલ ઓફિસર યસવંતભાઈ બાગુલ જિલ્લા કન્વીનર રામાભાઇ ચૌધરી, સહ કન્વીનર ડી.બી. મોરે સહિત ત્રણેય તાલુકાના સીઆરસીના સંયુક્ત સુચારૂ સંચાલને “કલા મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યકમને સફળ બનાવનાર તમામ કન્વીનરો અને નિર્ણાયકો તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભૂંસારાએ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે આ ડાંગ જિલ્લાના” કળા ઉત્સવ ” માં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર તેમજ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.