તાપી જિલ્લામાં ૬૧મા રાજ્યકલા પ્રદર્શનની કલાકૃત્તિઓનો સ્વીકાર કરાશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી ધ્વારા ૬૧મુ રાજ્યકલા સ્પર્ધા/પ્રદર્શન યોજાનાર છે. આ પ્રદર્શનમા જુદી-જુદી કલાઓ જેવી કે પઇન્ટીંગ, શિલ્પકલા, ગ્રાફીકસ, વ્યવહારીકલા, છબીકલા તેમજ બાળ ચિત્રકલાના ક્ષેત્રેના કલાકારો પાસેથી ૬૧મા રાજ્ય કલા સ્પર્ધામાં કલાકારો/કલાનાચાહકો, કલાસંસ્થાના વિદ્યાર્થીઓ, શાળાઓમા ધોરણ ૧ થી ૧૦માં ભણતા બાળકો પાસેથી કલાકૃત્તિઓ સ્પર્ધા માટે મંગાવવામાં આવે છે. હાલ પ્રવર્તમાન કોરોના મહામારીને ધ્યાને લઇ આ કલાકૃતિઓ આગામી તા.૨૮ ડિસેમ્બર,૨૦૨૦ થી તા.૦૩જાન્યુઆરી, ૨૦૨૧ (રવિવાર સહિત) દરમ્યાન નિયત અરજી પત્રકો જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા બપોરના ૧૨-૦૦ વાગ્યા થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી (રવિવાર સહિત) રૂબરૂ/કુરીયર દ્વારા સ્વીકારવામાં આવશે. ત્યારબાદ કે તે પહેલા મળેલી અરજીપત્રકો/કલાકૃતિઓ સ્વીકારવામાં આવશે નહી. અરજીપત્રકો સંપૂર્ણવિગતો ભરીને, કલાકૃતિઓ સાથે રજુ કરવાના રહેશે. આ સ્પર્ધાનુ ફોર્મ નીચે દર્શાવેલ જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતેથી મેળવી શકાશે. ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા કોઇ પણ કલાકૃતિ/ફોર્મ સ્વીકારવામા આવશે નહિ. આ અંગે જરૂર જણાયે ગુજરાત રાજય લલિતકલા અકાદમી ટેલીફોન નં-૦૭૯-૨૬૪૨૫૫૬૨ પરથી માહિતી મેળવી શકાશે.