માંગરોળ તાલુકા પંચાયતના વહીવટદાર તરીકે ચાર્જ લેતા તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ પટેલ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા પંચાયતની ચૂંટાયેલી બોડીની મુદ્દત ગઈ કાલે તારીખ ૨૧ મી ડિસેમ્બરનાં રોજ પૂર્ણ થઈ છે. હજુ ચૂંટણીપંચે ચૂંટણી યોજવાની જાહેરાત ન કરતાં માંગરોળ તાલુકા પંચાયતમાં વહીવટદાર તરીકે માંગરોળના તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ પટેલની નિમણુંક કરવામાં આવી છે. એમણે વહીવટદાર તરીકેનો ચાર્જ લઈ લીધો છે. માંગરોળ તાલુકાનાં કુલ ૯૨ ગામો છે. અને ૭૨ ગ્રામ પંચાયતો છે.જ્યારે તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકો છે. આમ માંગરોળ તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો તાલુકો છે.સંભવિત ચૂંટણીપંચ આગામી જાન્યુઆરી-૨૦૨૧ માં ચૂંટણીની જાહેરાત કરે તો માંગરોળ તાલુકા પંચાયતમાં ફેબ્રુઆરી-૨૦૨૧ નાં અંત સુધી કે પછી માર્ચ-૨૦૨૧ નાં પ્રથમ અઠવાડિયા સુધી વહીવટદારનું શાસન રહેશે. ટૂંકમાં માર્ચ-૨૦૨૧ માં માંગરોળ તાલુકા પંચાયતને નવા પ્રમુખ સાથે નવી બોડી સત્તાની કમાન સંભાળી લેશે.