માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, કેન્દ્ર શિક્ષકો અને તાલુકા શિક્ષણ શાખા વચ્ચે યોજાયેલી સંકલન બેઠક
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, તાલુકાનાં કેન્દ્ર શિક્ષકો અને તાલુકા શિક્ષણ શાખા વચ્ચે સંકલન બેઠકનું આયોજન માંગરોળ, તાલુકા પંચાયતના સભાખંડમાં કરવામાં આવ્યું હતું. આ મબેઠકમાં માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેર , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કેતનભાઈ ચૌધરી,તાલુકા સંઘના મહામંત્રી બાબુભાઈ ચૌધરી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ ઇમરાનખાન પઠાણ, મનહરભાઈ પરમાર, અજયસિંહ વાસીયા, રાજેન્દ્રસિંહ ચૌહાણ, રાજેન્દ્ર સિંહ વાસદિયા તેમજ કેન્દ્ર શિક્ષકો હાજર રહ્યા હતા આ બેઠકમાં આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવા તરફથી માંગરોળ પ્રાથમિક શિક્ષણમાં જે સહયોગ આપવામાં આવ્યો છે એ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ બીપીનભાઈ ચૌધરીની બીટ નિરીક્ષક તરીકે નિમણૂક કરાતાં તેમનું પણ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું, જિલ્લા સંગઠનમંત્રી તરીકે હિતેશ ઝાંઝમેરાની નિમણૂંક કરાતા એમનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતુ. માંગરોળનાં તાલુકા વિકાસ અધિકારીદિનેશભાઇ પટેલે કોવિડ ૧૯ અને વેક્સિનેશન સર્વેમાં શિક્ષકોએ જે કામગીરી કરી છે એને બિરદાવી હતી. તેમજ શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇનના માધ્યમથી શાળાના વાતાવરણ અને શિક્ષણ સાથે જોડી રાખવા અનુરોધ કર્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેતનભાઈ ચૌધરીએ ઓનલાઈન એજ્યુકેશન, વાર્ષિક નિરીક્ષણ સંદર્ભે સૂચનો કર્યા હતા, તાલુકા સંઘના પ્રમુખ મોહનસિંહ ખેરે, RTE,પેન્શન કેસ અને ફાયર સેફ્ટી પ્રશ્ને વિસ્તૃત ચર્ચા કરી હતી. જ્યારે આભારવિધિ બાબુભાઈ ચૌધરી એ આટોપી હતી.