ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી ની આવનાર સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ની સમીક્ષા બેઠક આહવા યોજાઈ હતી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, માંગરોળ) : ડાંગ જીલ્લા પ્રમુખ મનીષભાઈની આગેવાનીમાં તા. ૨૧ સોમવારના રોજ ડાંગ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આવનારી ચુંટણી અંગે દિલ્લીથી પધારેલ માનનીયશ્રી રાજેશભાઈ શર્મા, મુકેશભાઈ યાદવ, દક્ષિણ ગુજરાત સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠીયા તેમજ ડાંગ જીલ્લા પ્રભારી સુરેશભાઈ મહાલા ડાંગ જીલ્લા પ્રમુખ મનીષભાઈ મારકણા એ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અને આવનાર તાલુકા જીલ્લાના સંભવિત ઉમેદવારને માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી ડાંગ સ્થાનિક ચૂંટણીના ઉમેદવારો નો ટૂંક સમયમાં લિસ્ટ જાહેર કરવામાં આવશે તેમજ બીજું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરાશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other