માંગરોળનાં નાનીનરોલી ગામનાં ઇલ્યાસ જીવાની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી, અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી દેવાયો
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામનાં ગૌમાંસનાં આરોપી ઇલ્યાસ ઇકબાલ જીવાને સુરતનાં જિલ્લા કલેકટરે પાસા એક્ટ હેઠળ અટકાયત કરવાનો હુકમ કરતાં, માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી તથા અન્ય પોલીસ જવાનો તૃષિતભાઈ મનસુખ ભાઈ, અનિલભાઈ દિવાનસિંહ, અમૃતભાઈ ધનજી ભાઈ, રાજદીપસિંહ અરવિંદભાઈ, પ્રગનેશભાઈ વગેરેઓની ટીમે નાનીનરોલી ગામે છાપો મારી આરોપી ઇલ્યાસ ઇકબાલ જીવાની અટકાયત કરી, ચાપતા પોલીસ બંદોબસ્ત હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.