૧૪ દિવસ અગાઉ માંગરોળનાં વેરાકુઈ ગામે થી અસ્થિર મગજની મહિલા ચાલી ગઇ હતી, જે આજે વાંકલ-આમખૂટ માર્ગ પરથી મળી આવી
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજથી ૧૪ દિવસ અગાઉ માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ગામે થી અસ્થિર મગજની મહિલા ચાલી ગઇ હતી, જે આજે વાંકલ-આમખૂટ માર્ગ પરથી મળી આવી આવતાં પરિવારજનો અને પોલીસે રાહતનો દમ લીધો છે. ગઈ તારીખ ૪ ડિસેમ્બરનાં રોજ, માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ગામેથી એક ૪૫ વર્ષીય અસ્થિર મગજની મહિલા નામે ગીતાબેન મહેશભાઇ ગામીત, પોતાનાં ઘરેથી નીકળી ચાલી ગઈ હતી. ત્યારબાદ પરિવાર જનોએ એની સગાસંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં શોધ ખોળ કરી હતી. પરંતુ એનો કોઇ પતો નહિ લાગતાં આખરે આ પ્રશ્ને માંગરોળ પોલીસ મથકે આ અંગેની ફરિયાદ આપી હતી. આજે તારીખ ૧૮ મી ડિસેમ્બરનાં રોજ વાંકલ-આમખૂટા માર્ગ ઉપરથી સહી સલામત મળી આવી હતી. પરિણામે પરિવારજનો અને પોલીસે રાહતનો દમ લીધો છે.
