તાપીના છેવાડા કુકરમુંડા તાલુકામાં અનાજના ગોડાઉન પાસે ગંદગીનો જમાવડો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપીના છેવાડા કુકરમુંડા તાલુકામાં અનાજના ગોડાઉન પાસે ગંદગીનો જમાવડો જોવા મળી રહયો છે. કુકરમુંડાના ગલીમાં ઠેર ઠેર ગંદગી જોવાઈ રહી છે. અનાજની ગોડાઉનના આસપાસના રહેવાસીઓ ગંદગીની લીધે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
મળતી માહિતી મુજબ વર્ષોથી અનાજના ગોડાઉનના આસપાસમાં કુડો, કચરો એકત્ર થતાં જેમાંથી આવતી પારાવાર દુર્ગઘ તેમજ માંખી-મચ્છરોના ઉપદ્રવથી આસ પાસના વસવાટ કરનાર તોબા પોકારી ઊઠ્યા છે. અવરજવર કરનાર લોકોને પણ મુશ્કેલી પાડી રહી છે. જો કે હાલમાં બે દિવસ અગાઉ વરસાદના પાણીના કારણે કચરામાંથી દુર્ગઘ આવવા લાગી છે. સમય સર આ કુડા-કચરાનો નિકાલ ના કરવામાં આવે તો આસ પાસના વિસ્તારના લોકોને મલેરિયા, ટાઈફોડ, ડેંગ્યુ વગેરેઓ બીમારી લોકોને લાગવાની શક્યતા વધારે છે. હાલમાં આ જોવાનું રહયું કે કુકરમુંડા ગ્રામપંચાયતના સ્થાનિક અધિકારીઓ ધ્યાન આપશે કે પછી આંખ કાન આડા કરીને બેસી રહેશે ? આવનાર સમયમાં ખબર પડશે…