ફોર વ્હિલ માટે ગોલ્ડન અને સિલ્વર નંબર પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્સન શરૂ

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :- એ.આર.ટી.ઓ વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મોટરીંગ પબ્લીકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્સન શરૂ કરવામાં આવેલ છે. જેમાં LMV (4 WHEELER) ના નંબર માટેની સીરીઝ GJ-26-AB (Re-AUCTION) માટે શરુ કરવામાં આવનાર છે. ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનનોનું http://parivahan.gov.in//fancy પર ઓનલાઈનરજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે. તા. ૧૯.૧૨.૨૦૨૦સુધી AUCTION ઓનલાઈન માટે ફોર્મ રજીસ્ટ્રેશન કરાવી અને એપ્લિકેશન કરવાની રહેશે. તા. ૨૦.૧૨.૨૦૨૦થી તા ૨૨.૧૨.૨૦૨૦ દરમિયાન બપોરે 03:00 વાગ્યા સુધી ઈ-ઓકશનનું બિડીંગ ઓપન કરવામાં આવશે. તા ૨૩.૧૨.૨૦૨૦ ના રોજ બિડીંગમાં સફળ રહેલ અરજદારોએ તેઓના ફોર્મ આર.ટી.ઓ કચેરીએ જમા કરવાના રહેશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ તે વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત (૭) દિવસમાં અચુક ઓનલાઈન ભરી દેવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
…….

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other