આહવા બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાનો ઓનલાઈન એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કોવિડ 19 મહામારી માં પણ મોટાભાગના શિક્ષકોએ શાળા અને ગ્રામ્ય કક્ષાનો નવતર પ્રયોગ હાથ ધર્યા છે. શિક્ષકોના આ નવતર પ્રયોગો ને મંચ આપવા માટે અને તાલુકાના શિક્ષકો ને પ્રોત્સાહન મળી રહે તે માટે GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલુકા ભવન વઘઇ ના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનો ઓનલાઈન એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ બી.આર.સી.ભવન આહવા ખાતે યોજવામાં આવેલ. નવતર પ્રવૃત્તિ એટલે એક એવી પ્રક્રિયા છે કે જે બાળકોના અભ્યાસ ને પ્રભાવિત કરે જે અધ્યયન- અધ્યાપન પ્રક્રિયામાં પરિવર્તન લાવે જે બાળકોની વાંચન-લેખન-ગણન પ્રક્રિયાને સરળ અને રસપ્રદ બનાવે તેમજ બાળકોની નામાંકન અને સ્થાયીકરણ માં નોંધપાત્ર વધારો થાય. જેનાથી વિદ્યાર્થી અને શાળાના સર્વાંગી વિકાસમાં ભાગીદારિતા વધારે, આમ નવતર પ્રવૃત્તિ સમસ્યા અને જરૂરિયાતમાંથી ઉદ્યભવેલુ એક પદ્ધતિ સરનું કાર્ય છે. કોઈ પણ ગમે તેટલી શ્રેષ્ટ નિવડેલી શિક્ષણ વ્યવસ્થા ભલે કેમ ન હોય તો પણ હંમેશા સમસ્યાઓનો સામનો કરે છે અને તે જ તેની ગુણવત્તામાં વધારો કરે છે. આ સમસ્યાઓ ગમે તે પ્રકારની હોય પણ તેનો ઉકેલ જરા હટકે” વિચારસરનીમાં છે. આમ કોઈ પણ નવતર વિચાર એ કોઈપણ સમસ્યાના ઉકેલ નું મૂળ છે. આ બાબતે ડાયટ ના પ્રાચાર્યશ્રી બી.એમ.રાઉતે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ઇનોવેશન ફેસ્ટિવલ ડાયટના પ્રાચાર્યશ્રી બી.એમ.રાઉત એ.બી.પટેલ ટીપીઇઓ શ્રી વિજયભાઈ બીઆરસી કનકસિંહ જાદવ સીઆરસી અને શિક્ષકો ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other