કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવેર્સિટી, વઘઇ દ્વારા મશરૂમ ઉછેર પર જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું  

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : નવસારી કૃષિ યુનિવેર્સિટી ના કુલપતિ પદે નિયુક્તિ પામ્યા છે તેવા ડૉ.ઝીણાભાઇ પટેલ અને ડાંગ જીલ્લામાં ધારાસભ્ય તરીકે હાલમાં નિર્વાચિત થયેલ શ્રી વિજયભાઈ પટેલ ના અભિનંદન – અભિવાદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવેર્સિટી, વઘઇ દ્વારા મશરૂમ ઉછેર પર જન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વઘઇ જેમની કર્મભૂમિ રહી હતી અને હાલમાં જ જેઓ નવસારી કૃષિ યુનિવેર્સિટી ના કુલપતિ પદે નિયુક્તિ પામ્યા છે તેવા ડો ઝીણાભાઇ પટેલ અને ડાંગ જીલ્લામાં ધારાસભ્ય તરીકે હાલમાં નિર્વાચિત થયેલ શ્રી વિજયભાઈ પટેલ ના અભિનંદન – અભિવાદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ડો ઝીણાભાઇ પટેલે તેમની કારકીર્દીની શરૂઆત સાત રૂપિયાના પગારે દૈનિક રોજમદાર તરીકે કરી હતી અને તેઓ કૃષિ યુનિવર્સિટી માં વિવિધ પદો પર પ્રગતિ પામી કુલપતિ તરીકે નિયુક્તિ પામેલ છે. તેમની કૃષિ યુનિવર્સિટીની ૩૭ વર્ષની સેવા દરમ્યાન તેમણે કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ખૂબ નામના મેળવી છે. તેમણે ફળ અને શાકભાજી પાકોમાં નુકસાન કરતી સોનેરી માખી કે ફળ માખી ના નિયંત્રણ માટે ની ટેક્નોલોજીની દેશને ભેટ ધરી છે તેમની આ શોધ માટે તેઓ ખેડૂત આલમ માં મેન ઓફ ફ્રૂટ ફ્લાય ના હુલામણા નામ થી જાણીતા છે. તેમની આ શોધ માટે તેમને તે વખતના મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ ના હસ્તે ગુજરાત રાજયના સર્વોચ્ચ સરદાર પટેલ સંશોધન પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે આ ઉપરાંત તેઓને તે વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના હસ્તે ફેડરેશન ગુજરાત ઈન્ડસ્ટ્રી એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વઘઇ ડો ઝીણાભાઇ પટેલની કર્મ ભૂમિ રહી છે અને વઘઇ ખાતે સુંદર રરિયામણુ કૃષિ કેમ્પસ તેમની દેણ છે. તેઓ વઘઇ ખાતે ૨૦૧૨ માં ગુજરાત સરકાર દ્વારા કૃષિ મહાવિધ્યાલ ની સ્થાપના થતાં તેઓ સામેથી માંગીને વઘઇ ખાતે પ્રથમ આચાર્ય બનવાનું પસંદ કર્યું હતું અને વઘઇ ને કર્મભૂમિ બનાવી હતી. વઘઇ ખાતેના તેમના સાત વર્ષના સેવા કાળમાં તેમના અથાગ પ્રયત્નો થકી વઘઇ ખાતે ડિગ્રી કોલેજ, પોલિટેકનિક કોલેજ, ગર્લ્સ, હોસ્ટેલ, બોઈઝ હોસ્ટેલ, સ્ટાફ ક્વાટર્સ, જિમ્નેસિયમ, પેરેંટ ગેસ્ટ હાઉસ, રમત ગમતના મેદાનો સહિત ની અત્યાધુનિક સગવડો તૈયાર કરવામાં આવેલ છે. ખુબજ ટૂંકા ગાળામાં આ કોલેજ ને આઈ.સી.એ.આર., ન્યુ દિલ્હી દ્વારા માન્યતાઅપાવી વઘઇ કોલેજને રાષ્ટ્રીય કક્ષાએ મૂકી છે તદુપરાંત રૂ. ૪.૭૭ કરોડના ૬ જેટલા પ્રોજેકટ મંજૂર કરાવીને શરૂ કરવામાં આવ્યા છે આમ વઘઇ જેવા જંગલ અને અંતરિયાળ વિસ્તારમાં શૂન્યમાંથી સર્જન કરી કૃષિ નું અધ્યતન કેમ્પસ બનાવવાનો સંપૂર્ણ શ્રેય ડો ઝીણાભાઇ પટેલેને જાય છે. ડો ઝીણાભાઇ પટેલ નું કૃષિ કેમ્પસ વઘઇ દ્વારા શાલ ઓઢાડી, મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. જ્યારે ડાંગ જિલ્લાના લોકલાડીલા અને વઘઇ ના પનોતા પુત્ર અને જમીન સાથે જોડાયેલ, ખૂબ જ મહેનતી અને સેવાભાવી અને હાલમાં જ ડાંગ જિલ્લાની વિધાન સભાની પેટા ચૂંટણી માં વિજેતા થયેલ માનનીય ધારા સભ્ય શ્રી વિજયભાઈ પટેલ નું પણ કૃષિ કેમ્પસ વઘઇ દ્વારા શાલ ઓઢાડી, મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ ની શરૂઆતમાં કૃષિ મહાવિધાલય, વઘઇ ના આચાર્ય ડો જે. જે. પસ્તાગિયાએ મહાનુભાવો નું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કૃષિ મહાવિધાલય, વઘઇ ખાતે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઢળ કાર્યરત મશરૂમ અંગે ના પ્રોજેકટ વિષે જણાવી ડાંગ જીલ્લામાં મશરૂમ ઉછેરની શકયતાઓ અને ડાંગમાં થતાં કુદરતી આરીમ તથા વસરતા મશરૂમ વિષે વિસ્તારથી વાત કરી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના સંશોધન નિયામકશ્રી અને અનુસ્નાતક વિધ્યાશાખાધ્યક્ષ ડૉ.એસ.આર.ચૌધરી એ કૃષિ મહાવિધાલય, વઘઇની તેમજ વઘઇ ખાતે કાર્યરત હલકા ધન્ય સંશોધન કેન્દ્ર ની કામગીરી બિરદાવી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. સી. કે. ટિંબડીયાએ મશરૂમ થી થતાં ફાયદા વર્ણવી ખેડૂતેને કૃષિમાં નવીનતમ ટેક્નોલોજી ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે ડાંગ જીલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની કામગીરીને બિરદાવી હતી અને ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો મહતમ લાભ લેવે જણાવ્યુ હતું. આ પ્રસંગે ઘનશ્યામ પટેલ માજી પ્રમુખ ભારતીય જનતા પાર્ટી વઘઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બંને મહાનુભાવોની કામગીરીને બિરદાવી તેઓ હજી વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. શ્રી વિજયભાઈ પટેલ, ધારાસભ્યશ્રી, ડાંગ જિલ્લો એ તેમના સ્નામાન માટે કૃષિ પરિવાર વઘઇ નો આભાર માન્યો હતો અને તેમણે પણ ડો ઝીણાભાઇ પટેલની કામગીરી બિરદાવી હતી અને તેમના અધય્ક્ષ્થામાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખૂબ પ્રગતિ કરે અને દક્ષિણ ગુજરાત ના ખેડૂતોનું જીવનધોરણ ઊંચું લાવવામાં સહભાગી થાય તે માટે શુભેચ્છાઓ આપી હતી. ડો ઝીણાભાઇ પટેલ, કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવેર્સિટી, નવસારીએ તેઓના વઘઇ ખાતેના સંસ્મરણો યાદ કર્યા હતા અને કેવી કપરી પરિસ્થિતિમાં કૃષિ કેમ્પસ નો વિકાસ કર્યો તેની વાતો કરી હતી. તેમણે ડાંગ જિલ્લાના ખેડૂતોને મશરૂમ ઉછેરની શક્યતાઓ જણાવી મશરૂમ ઉછેરને જીવન નિર્વાહનું સાધન બનાવી આત્મનિર્ભર બનવા કહ્યું હતું. તે માટે નવસારી કૃષિ યુનિવેર્સિટી તથા કૃષિ મહાવિદ્યાલય વઘઇ આપની સાથે જ છે તેવી ખાતરી આપી હતી. સદર કાર્યક્રમ દરમ્યાન કૃષિ મહાવિદ્યાલય વઘઇ દ્વારા તૈયાર કરેલ મશરૂમ ઉછેર પરની સુંદર પુસ્તિકા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ દ્વારા તૈયાર થયેલ ૬ ખેડૂત ઉપયોગી ફોલ્ડર નું વિમોચન કરવામાં આવ્યું હતું. સદર પ્રસંગે બંને મહાનુભાવો દ્વારા કૃષિ મહાવિદ્યાલય વઘઇ ખાતે લેંગ્વેજ લેબ, મ્યુઝિયમ અને ટિસ્યૂ કલ્ચર લેબ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં વઘઇ ના વિવિધ સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ જેવાકે ઘનશ્યામભાઈ,રંજિતાબેન, રોહિતભાઈ સુરતી, ધર્મેશભાઈ પટેલ, રવિભાઈ, ગોવિંદભાઇ કુંવર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other