વઘઇ વેપારી એસોસિએશન દ્વારા સંસદ ડો કે.સી.પટેલને રજુઆત કરતા રેલવે મંત્રાલયમાં રજુઆત કરી વઘઇ નેરોગેજ રેલવેને ચાલુ રાખવાની ખાતરી સંસદ કે.સી. પટેલે આપતા આનંદની લાગણી ફેલાઈ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ થી બીલીમોરા ને જોડતી નેરોગેજ રેલવે ને બંધ કરવાના નિર્ણય સામે વઘઇ વેપારી એસોસિએશન દ્વારા સંસદ ડો કે.સી. પટેલને રજુઆત કરતા રેલવે મંત્રાલય માં રજુઆત કરી વઘઇ નેરોગેજ રેલવે ને ચાલુ રાખવાની ખાતરી સંસદ કે.સી.પટેલે આપતા વેપારી સહિત સ્થાનિકોમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી છે.
મળતી માહિતી મુજબ ભારત રેલવે મંત્રાલયે ગુજરાત રાજ્યમાં ચાલતી 11 જેટલી નેરોગેજ રેલવે ખોટ કરતી હોવાનું કારણ ધરી બંધ કરવાની કવાયત સામે વઘઇ વેપારીઓ, અપડાઉન કરતા નોકરિયાતો સહિત સ્થાનિકોમાં નારાજગી પ્રવતી રહી હતી. વઘઇ બીલીમોરા ને જોડતી આ નેરોગેજ રેલવે લાઈન અંગ્રેજ હકુમતમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કરાવી હતી.જેમાં ઊંડાણ વાળા જંગલોમાં રહેતા આદિવાસી સમાજ ના લોકોને સુવિધાઓ મળે અને ત્યાં અંગ્રેજો અને સાગી ઇમારતી, સિસમ,લાકડાની લઈ જવા સરળતા રહે તે હતું.જે કાળ ક્રમે ડાંગ વાસીઓ સહિત પ્રવાસીઓની ગાઢ જંગલમાં થી પસાર થતી રેલવે યાદગાર બની રહી છે. તેવા સંજોગોમાં ટ્રેનો ચલાવવા સરકારને પોસાતું ન હોય ગુજરાતની 11 નેરોગેજ ટ્રેન બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. જેના કારણે સંસદ ડો કે.સી.પટેલે જણાવ્યું હતું કે વઘઇ ઉનાઈ બીલીમોરા ને જોડતી નેરોગેજ રેલવે હેરિટેજ માં સમાવેલ છે,તેમજ હાલ કોરોના મહામારી વચ્ચે હગામી ધોરણે બંધ કરવામાં આવી છે, જે ટુક સમયમાં શરૂ કરવામાં આવશે,આગામી 18 ડિસેમ્બરે રેલવેના અધિકારીઓ આવી આ રૂટનો સર્વે હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરસે, જેથી તમામ નાગરીકો કોઈ અફવા કે ખોટી વાત થી ભરમાવવું નહિ તેવો અનુરોધ કર્યો હતો