દિવ્યજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત, તેજસ આંખની હોસ્પિટલ દ્વારા માંગરોળ તાલુકાનાં તરસાડી ખાતે વિઝન સેન્ટર કાર્યરત : આસપાસની જનતાને લાભ લેવા કરાયેલી અપીલ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  દિવ્યજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત, તેજસ આંખની હોસ્પિટલ દ્વારા માંગરોળ તાલુકાનાં તરસાડી ખાતે વિઝન સેન્ટર કાર્યરત કરાયેલું છે. આ સેન્ટરનો લાભ આસપાસનાં ગામોની જનતાને લેવા અપીલ કરવામાં આવી છે. આ સેન્ટર, રજવાડી ફર્નિચરના માળ ઉપર, રામકૃષ્ણ વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર, દેનાબેન્કની બાજુમાં ઝંડાચોક, તરસાડી (કોસંબા) ખાતે કરાયેલું છે. આ સેન્ટર ખાતે આંખના તમામ રોગોની તપાસ અને ચશ્માં ના નબરો સહિતની સેવા રાહત દરે કરી આપ વામાં આવશે. આ સેન્ટરનો સમય, સોમવાર થી શનિવાર દરરોજ સવારે ૮.૩૦ થી ૧.૩૦તથા સાંજે ૨.૩૦ થી ૫.૩૦ રાખવામાં આવેલો છે. જાહેર જનતા અને આસપાસના ગામોની પ્રજાએ હવે માંડવી સુધી નહી જવું પડે. આ હોસ્પિટલ તરફથી માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકાના ગામોમાં કેમ્પો કરવામાં આવે છે.પરંતુ હાલમાં કોરોનાં મહામારીને પગલે કેમ્પ યોજ વાનું બંધ છે. ત્યારે આ સેવા ઉપયોગી બની રહેશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *