ખેડૂતો ખાસ ધ્યાન આપે : નુકસાની અને સર્વે માટે નોંધી લો આ ટોલ ફ્રી નંબર
પાક વીમો ધરાવતા કિસાનો વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી નુકશાનીની વિગતો આપી શકશે
વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર જાહેર કરાયા
પાક વીમો ન ધરાવતા ખેડૂતોની નુકશાનીનો સર્વે કૃષિ વિભાગના અધિકારીઓ ત્વરાએ શરૂ કરશે
નુકશાનીના અંદાજો મેળવ્યા બાદ નિયમોનુસારની સહાય ચૂકવાશે
રાજ્યના ૧૮ જિલ્લાના ૪૪ તાલુકાઓમાં છેલ્લા ૩ દિવસમાં ૧ ઇંચ થી વધુ કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી સર્વે કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સૂચનાઓ આપી છે.
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પી.કે.પરમારે આ અંગેની વિગતો પત્રકારોને આપતાં જણાવ્યું કે, આ નુકસાની સંદર્ભમાં બે તબક્કે સરવેની પ્રક્રિયા હાથ ધરાશે.
તદનુસાર જે ખેડૂતોએ પાકનો વીમો ઉતરાવ્યો છે તે ખેડૂતોએ પાક નુકસાન અંગે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની રહેશે. આ માટે વીમા કંપનીઓ ના ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, આવી ફરિયાદ મળ્યા બાદ વીમા કંપની અને રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ સાથે મળી સર્વે કરશે અને નુકસાની સહાય ધારા ધોરણો મુજબ ચૂકવાશે.
શ્રી પરમારે કહ્યું કે, મુખ્યમંત્રીએ એવી પણ સૂચનાઓ આપી છે કે, જે ખેડૂતોએ પાક વિમો ઉતરાવ્યો નથી તેવા ખેડૂતોના કિસ્સામાં રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ આજથી જ નુકસાનીના સર્વેનું કામ શરૂ કરી દેશે અને નુકસાન અંદાજ મેળવ્યા બાદ એસ.ડી.આર.એફ.ના નિયમોનુસાર સહાય ચૂકવાશે.
કૃષિ અધિક મુખ્ય સચિવે જે ૧૮ જિલ્લાના ૪૪ તાલુકાઓમાં એક ઇંચ થી વધુ વરસાદ થયો છે તેની વિગતો આપતા કહ્યું કે, આ વરસાદથી ખાસ કરીને ડાંગર કપાસ અને મગફળી ના પાકને નુકસાન થયું છે.
જે ૪૪ તાલુકાઓમાં વરસાદ થયો છે તેમાં સુરેન્દ્રનગરના ૭, ખેડાના ૫, ભરૂચના ૪, મોરબીના ૪, અમદાવાદ-આણંદ-નર્મદાના ૩-૩, અરવલ્લી-નવસારી-રાજકોટ અને વડોદરાના ૨-૨ તેમજ અમરેલી છોટાઉદેપુર-ગાંધીનગર-જામનગર-જૂનાગઢ-કચ્છ અને વલસાડના ૧-૧ તાલુકાઓનો સમાવેશ થાય છે.
પાકને થયેલા નુકશાન અંગે સમીક્ષા બેઠક…
શ્રી પરમારે એમ પણ કહ્યું કે, જે ખેડૂતોએ વિમો ઉતરાવ્યો છે તેમણે ૭૨ કલાકમાં ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની હોય છે અને ત્યાર બાદ ૧૦ દિવસમાં વીમા કંપની દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાતી હોય છે.
રાજ્યમાં પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના અન્વયે જે વીમા કંપનીઓ એ ટોલ ફ્રી નંબર જિલ્લા વાઇઝ જાહેર કર્યા છે તેની વિગતો પણ કૃષિ અધિક મુખ્ય સચિવશ્રી પી.કે.પરમારે આપી હતી.
આ અનુસાર….
1 Reliance General Insurance Co. 1800 300 24088
1 Rajkot
2 TAPI
3 SURAT
4 NAVSARI
5 DANG
6 VALSAD
Universal Sompo General Insurance Co. 1800 200 5142
7Amreli
8 PANCHAMAHAL
9 BHARUCH
10 MEHSANA
11 GANDHINAGAR
12 NARMADA
Bharti axa General Insurance Co. 1800 103 7712
13Jamnagar
14 MAHISAGAR
15 DAHOD
16 GIR SOMNATH
17 BARODA
18 CHHOTA UDEPUR
Agriculture Insurance Co. of India Ltd.(AIC) 1800 116 515
19 Junagadh
20 AHMEDABAD
21 BOTAD
22 SABARKANTA
23 KUTCH
Universal Sompo General Insurance Co. 1800 200 5142
24Morbi
25 BANASKANTHA
26 SURENDRANAGAR
27 PATAN
28 ANAND
Reliance General Insurance Co. 1800 300 24088
29 Dev bhumi Dwarka
30 PORABANDAR
31 BHAVNAGAR
32 ARAVALLI
33 KHEDA માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે.