માંગરોળ તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીયધોરીમાર્ગ ૪૮ ઉપર આજે બોપોરે ગેસ ભરેલા બોટલ ભરેલી ટ્રકને અકસ્માત થયા બાદ ભભૂકી ઉઠેલી આગ

0
20201029_125235
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીયધોરી માર્ગ ૪૮ ઉપર નંદાવ ગામની હદમાં આજે તારીખ ૨૯ મી ઓક્ટોબરના રોજ બોપોરેનાં ગેસનાં બોટલ ભરેલી ટ્રકને રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર અકસ્માત થયા બાદ આ ટ્રકમાં એકા એક આગ ભભૂકી ઉઠી હતી.જેને પગલે ટ્રકમાં ભરેલા ગેસનાં બોટલો ફૂટતા આ વિસ્તારમાં ગભરાટની સાથે નાસભાગ મચી જવા પામી હતી.આગને પગલે હાઇવે ઉપર ટ્રાફીક બ્લોક થઈ જવા પામ્યો હતો.સાથે જ આગ ઉપર કાબુ મેળવવા માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ટ્રકમાં આગ લાગતાં આગનાં ગોટેગોટા આકાશમાં નજરે પડતાં હતા.જો કે આગની ભયાનકતા જોતાં આખે આખી ટ્રક ગેસ બોટલો સાથે બળીને ખાખ થઈ જશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other