ડાંગ જિલ્લામાં ૧૭૩ વિધાનસભા ચુંટણી અંતર્ગત વઘઇમાં ફ્લેગ માર્ચ યોજાઈ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ):  ગુજરાતમાં વિધનસભાની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીને લઈ ડાંગ પોલીસ અધિક્ષક શ્રી રવીરાજસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા પોલીસ તેમજ ચૂંટણી પંચ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે મુજબના પગલાં ભરાઈ રહ્યાં છે ત્યારે જીલ્લામાં પેટાચૂંટણી ને લઈને પ્રવેશદ્વાર વઘઇમાં મુખ્ય માર્ગો સહિત સોસાયટી અને જાહેર સ્થળોએ અર્ધ લશ્કરી દળો સાથે પોલીસે ફ્લેગ માર્ચ હાથ ધરાયું હતું. સ્થાનિક પોલીસ અધિકારી, સાથે સી.આઈ.એસ.એફ કંપનીના જવાનો, વઘઇ પોલીસ , હોમ ગાર્ડ અને જી.આર.ડી નાં જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *