સુરત જિલ્લાના કડોદરા-પલસાણા વિસ્તારમાં એકા એક ધોધમાર વરસાદ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના કડોદરા અને પલસાણા વિસ્તારોમાં આજે મોડી સાંજે એકા એક ધોધમાર વરસાદ પડતાં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી અસહ્ય ગરમી પડતી હતી પરંતુ વરસાદ પડતાં વાતાવરણમાં ઠડક પ્રસરી જવા પામી છે. એક તરફ હવામાન વિભાગ કહે છે કે હવે ચોમાસાની મૌસમના વિદાય લેવાના દિવસો ગણાય રહ્યા છે. તો બીજી તરફ અસહ્ય ગરમી પડી રહી છે સાથે જ વરસાદ પણ પડી રહ્યો છે. વહેલી પરોઢિયે વાતાવરણમાં ઠડકનો અહેસાસ થઈ રહ્યો છે.