એક જ મહિનામાં શાકભાજી સહિત ખાદ્યચીજોના ભાવોમાં ધરખમ વધારો
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : લોકડાઉન પુરૂ થયા પછી હવે ધીમે ધીમે વેપાર ધંધા અનલોક થઈ રહ્યા છે. સાથે જ મોઘવારી પણ અનલોક થઈ ગઈ હોય, તેમ એક જ મહિનામાં શાકભાજી સહિત અન્ય ખાદ્યચીજોમાં ધરખમ ભાવ વધારો થયો છે. ગત તારીખ ૩૧ ઓગસ્ટ અને તારીખ ૩૦ મી સપ્ટેમ્બર આન એક માસમાં ડુંગળી ૩૫, બટાટા ૩૦, સનફ્લાવર ૨૩૫, કપાસિયા ૯૦, વનસ્પતિ ૮૦ (ડબ્બા દીઠ), તુવેરદાળ ૩૦, કઠોળ ૩૫ રૂપિયા કિલોદીઠ વધારો નોંધાયો છે.