સુરત જિલ્લાના યુવાનોને દક્ષિણ આફ્રિકામાં નડ્યો અકસ્માત : બેનાં મોત

0
20200928_214044
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  સુરત જિલ્લાના યુવાનોને દક્ષિણ આફ્રિકામાં અકસ્માત થતાં, અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. મોતને ભેટેલા બન્ને યુવકો સુરતના તડકેશ્વર ગામના છે. કારમાં સવાર પાંચ માંથી બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્તથયા છે. આ ઇજાગ્રસ્ત બે યુવાનો માંગરોળના નાનીનરોલી ગામના છે. આ યુવાનો દક્ષિણ આફ્રિકાના રોટ્સનીબથી ડરબન જઇ રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત હેરીસ્મિથ નામના ટાઉન પાસે સર્જાયો હતો. ગઈકાલે રવિવારની રજા હોય આ યુવકો રોટ્સની બીચ પર ફરવા જઈ રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *