ભરૂચની પાલ્મ લેન્ડ હોસ્પિટલ દર્દીઓ માટે સાચા અર્થમા કોરોના મહામારી દરમિયાન સંજીવની સાબિત થઈ રહી છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાં વાઇરસની સાથે વાયરલ ઇન્ફેકશન, હાર્ટ, પ્રેસર, સુગર, ન્યુમોનિયા ના દર્દી હોસ્પિટલ ના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે મહદઅંશે સાચા અર્થમા કોરોના વોરિયર્સ તરીકે પોતાનો જીવ જોખમ મા મૂકી ફીજીશ્યનો અને પેરામેડિકલ સ્ટાફ દેવદૂત બની દરિદ્ર નારાયણની સેવા કરી રહ્યા છે. ઘણા પ્રેકટીસનર્સ ઇન્ફેકટેડ થઈ કોવીડની ઝપેટ મા આવ્યા છે જેના કારણે મને, ક મને હોસ્પિટલ બંધ કરવી પડે છે તેવા સંજોગો મા કેટલાક જાંબાજ ડોક્ટરો મરજીવા બની રાઉન્ડ ઘી કલોક સેવા આપી રહ્યા છે ત્યારે ખાનગી હોસ્પિટલો સારી સેવા આપી રહી છે એવીજ વિશાળ વ્યવસ્થા ધરાવતી પાલ્મ લેન્ડ હોસ્પિટલના ફીજીશ્યન ર્ડો સંકેટ વસાવા, ર્ડો વસીમ રાજ, ર્ડો યોગેશ મેહતા, ર્ડો શેખ, ઇમરજન્સી સ્ટાફ, લેબોરેટરી, પેથોલોઝિશ, થકી ન્યુમોનિયા, હાર્ટ પ્રેસર, સુગર, પ્રસુતિ જેવા પેસન્ટ ને માનવતા ના ધોરણે પૂરતા ઇલાજ કરી રહ્યા છે દર્દી ઓના અભિપ્રાય મુજબ પાલ્મ લેન્ડ હોસ્પિટલ પોતાની પરવા કર્યા વિના ખુબજ સારી સેવા આપી રહ્યું છે અને આશીવાદ રૂપ સાબિત થઈ રહી હોવાનું જણાવી રહ્યા છે. આ હોસ્પિટલ મા મા અમૃતમ કાર્ડ પણ ડેઝીગેટેડ છે અને હોસ્પિટલ માંજ મા અમૃતમ હેલ્પ ડેસ્ક સુવિધા ઉપલબ્ધ છે આવા તમામ ડોક્ટરોને આજુ બાજુના વિસ્તારના લોકો અભિનંદન પાઠવે છે.