તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના દર્દીનું મોત : કુલ મોત 5

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના દર્દીનું મોત થયું છે, જેની સાથે કુલ 5 લોકોનાં મોત થયા છે.

વ્યારાની કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી જેમની ઉંમર-૪૯ વર્ષ; પુરુષ રહેવાસી – પંઢર ફળિયું, બાલપુર, વ્યારા, જીલ્લા – તાપી, તા-૨૫-૦૭-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને SARI ના ચિહ્નો હતા. તેઓ ને રહુમેટીક હાર્ટ ડીસીઝ હતું જેના માટે માઈત્રલ વાલ્વ રિપ્લેસમેન્ટ પણ કરાવ્યું હતું અને સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા-૨૭-૦૭-૨૦૨૦ ના રોજ અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ રહુમેટીક હાર્ટ ડીસીઝ સાથે સડન કાર્ડયો-રેસ્પાઈરેટોરી અરેસ્ટ ડ્યુટુ અક્યૂટ રેસ્પાઈરેટોરી ફેઇલર સાથે સિવિયર ન્યુમોનિયા સહત સાથે કોવીદ-૧૯ ડીસીઝ હોઈ શકે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other