દિવાળી તહેવાર નિમિત્તે વ્યારા નગરપાલિકા દ્વારા ફ્રી હેન્ડ રંગોળી સ્પર્ધા યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૬. વ્યારા નગરપાલિકા આયોજિત દિવાળી તહેવાર નિમિત્તે તારીખ તા.૦૫/૧૧/૨૬ ગુરુવારના રોજ ફ્રી હેન્ડ રંગોળી સ્પર્ધા યોજાયેલ હતી, જેમાં નિર્ણાયક તરીકે શ્રીમતિ જાનકીબેન ચિરાયુભાઈ શાહ અને શ્રી નૈષધભાઈ વિજયભાઈ પંચોલીએ સેવા આપી હતી.
કાર્યક્રમની શરૂઆત નગરની વિવિધ શેરીઓમાં ફ્રીહેન્ડ રંગોળી સ્પર્ધામાં રહેલ સ્પર્ધકોને ત્યાં જઈ શરૂઆત થઈ હતી, સ્પર્ધામાં કુલ-૮ સ્પર્ધકોએ ભાગ લીધેલ જેમાં પ્રથમ ક્રમે શ્રીમતી સોનલબેન નિમેષભાઈ સોની રહે, હનુમાન ગલી, દ્વિતિય ક્રમે શ્રીમતી પ્રીતિબેન કનૈયાભાઈ સોની રહે.શ્રી દત્તક્રુપા સોસાયટી અને તૃતિય ક્રમે મીરાબેન રિકુંલભાઈ ભકત રહે.રામકબીર સોસાયટીનો આવેલ, જેમને સ્પર્ધાના અંતે વ્યારા નગરપાલિકા સંચાલિત કોન્ફરન્સ હોલમાં ઈનામ વિતરણ વ્યારા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી અનીસભાઈ ચંદ્રકાત ચૌધરી, ચેરમેન-કારોબારી સમિતિ શ્રી તેજસભાઈ ચંપકભાઈ પંચાલ, સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રીમતી મીનાબેન નરેન્દ્રભાઈ પાટીલ, સભ્ય શ્રીમતિ સેજલબેન એચ.રાણા, શ્રીમતિ નિલાબેન બી પંડ્યા, શ્રીમતિ માધવીબેન એમ.જોષી, કુ.હેતલબેન પી. ભદાણે, શ્રી ચેતનભાઈ એમ. પારેખ, વિગેરે સભ્યોશ્રી દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવેલ હતા.
આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક સમિતિના મંત્રીશ્રી મહેશ કે સોનાર દ્વારા કરવામાં
○○○
