દશેરા પર્વ નિમિત્તે પોલીસ હેડ કવાર્ટર વ્યારા ખાતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦. આજરોજ વિજયાદશમી એટલે કે, દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે પોલીસ હેડ કવાર્ટર, તાપી-વ્યારા ખાતે પરંપરાગત રીતે શસ્ત્ર પુજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઇ તથા અન્ય પોલીસ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં શ્રદ્ધા અને ઉત્સાહપુર્વક સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન ઉપયોગમાં લેવાતાં શસ્ત્રોનું વિધિવત્ પુજન કરવામાં આવ્યુ હતું. ભારતીય સંસ્કૃતિમાં શસ્ત્ર પુજન વિશેષ મહત્વ રહેલું છે. દશેરાના પર્વે શસ્ત્ર પુજા કરવાની પરંપરા શોર્ય, શક્તિ, કર્તવ્યનિષ્ઠા અને અનિષ્ટ પર સત્યના વિજયનું પ્રતિક છે.
આ પ્રસંગે પોલીસ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી, જનતાની સુરક્ષા અને નિષ્ઠાપુર્વક ફરજ બજાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ પરંપરાગત વિધિ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાયો હતો.
●●●
