મળી આવેલી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ, તાપી

0
મળી આવેલી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ, તાપી
Contact News Publisher

માહિતી મળતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચોરવાડ ગામમાં એક મહિલા અજાણી પરિસ્થિતિમાં મળી આવી હોવાની જાણ ગામના સરપંચ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર કરવામાં આવી હતી. સરપંચના જણાવ્યા મુજબ મહિલા પોતાનું નામ, સરનામું તેમજ પરિવાર અંગેની સ્પષ્ટ માહિતી આપી શકતા ન હોવાથી તેમની સુરક્ષા અને સહાય માટે 181 અભયમની મદદ લેવામાં આવી હતી.

 

માહિતી મળતાની સાથે જ 181 અભયમ મહિલા હેલ્પલાઈન, તાપીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ટીમે ગામના સરપંચ તેમજ સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી ઘટનાની હકીકત જાણી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ મહિલા આશરે એક કલાકથી ગામમાં ચાલતા ચાલતા આવી પહોંચ્યા હતા. રાત્રિનો સમય હોવાથી મહિલાની સુરક્ષા અને યોગ્ય આશ્રયની વ્યવસ્થા કરવી જરૂરી હતી.

 

181 અભયમ ટીમે મહિલાની સાથે સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી તેમની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો અને જરૂરી કાઉન્સેલિંગ આપ્યું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ પોતાનું નામ મમતા હોવાનું જણાવ્યું હતું. જોકે, તે સમયે તેઓ પોતાનું સંપૂર્ણ સરનામું, પરિવારજનોની વિગતો અથવા અન્ય જરૂરી માહિતી આપી શક્યા નહોતા.

 

મહિલાની પરિસ્થિતિ અને રાત્રિના સમયને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 181 અભયમ ટીમે તાપી સખી વન સ્ટોપ સેન્ટર સાથે તાત્કાલિક સંકલન કરી મહિલાને ત્યાં સુરક્ષિત આશ્રય અપાવ્યો.

 

મહિલાને સુરક્ષિત વાતાવરણમાં રાખી તેમની જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગ, સહાય અને માર્ગદર્શન મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટરને જરૂરી માહિતી આપવામાં આવી. મહિલાની ઓળખ તથા પરિવારજનો અંગે વધુ માહિતી મેળવવા અને આગળની જરૂરી કાર્યવાહી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા નિયમો અને પ્રોટોકોલ મુજબ કરવામાં આવશે.

 

આ સમગ્ર કામગીરીમાં 181 અભયમ ટીમે ઝડપી પ્રતિસાદ, સંવેદનશીલ અભિગમ અને સ્થાનિક તંત્ર સાથેના સંકલન દ્વારા મુશ્કેલીમાં આવેલી મહિલાને અસુરક્ષિત પરિસ્થિતિમાંથી બહાર કાઢી સુરક્ષિત આશ્રય સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

 

આ કામગીરી 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને સમયસર સહાય અને સુરક્ષા સાથે જોડવાની પ્રતિબદ્ધતા”નું ઉદાહરણ પૂરું પાડે છે.

 

181 અભયમ મહિલા હેલ્પલાઈન મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને તાત્કાલિક સહાય, કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને જરૂરિયાત મુજબ સંબંધિત સેવાઓ સાથે જોડાણ માટે સતત કાર્યરત છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other