વ્યારા ઇનર વ્હીલ ક્લબ દ્વારા ફેલોસીપ એન્ડ ફ્રેન્ડશીપ મીટ કાર્યક્રમ યોજાયો

0
વ્યારા ઇનર વ્હીલ ક્લબ દ્વારા ફેલોસીપ એન્ડ ફ્રેન્ડશીપ મીટ કાર્યક્રમ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭. તારીખ ૨૩/૦૮/૨૬ ને રવિવારના રોજ વ્યારા ઇનર વ્હીલ ક્લબ દ્વારા ફેલોસીપ એન્ડ ફ્રેન્ડશીપ મીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર ક્લબનો અનોખો સંગમ કરી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે માનનીય ડોક્ટર અતુલભાઇ દેસાઈ નું થેલેસીમિયા અને સિકલ સેલ અંગે માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન અંતર્ગત બહેનો માટે ક્વિઝ કોમ્પીટીશન પણ રાખવામાં આવી હતી. જેમાં વિજેતા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વ્યારા ક્લબ દ્વારા અન્ય ક્લબો માટે રમતગમત , પ્રશ્નોત્તરી, મીમીક્રી, જેવા એન્ટરટેઈનમેન્ટ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા બહેનોને ભેટ સ્વરૂપે ઇનામો પણ આપવામાં આવ્યા હતા.વ્યારા નવસારી કડોદરા,કેએપીએસ ક્લબના પ્રેસિડન્ટ અને મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ડીસ્ટ્રીક ચેરમેન સ્નેહાબેન ભગત, પી ડી સી ડીસ્ટ્રીક કોઓર્ડીનેટર બીનાબેન દેસાઈ નું સરસ માર્ગદર્શન મળ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પિકનિકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, માયાદેવી અને અને આંબા પાણી સરસ મજાની પિકનિક કરવામાં આવી હતી, જેમાં ક્લબ મેમ્બર્સ ઓએ સરસ મજાની પોતાની યાદગાર ક્ષણો વિતાવી અને ખૂબ જ આનંદ મેળવ્યો. કાર્યક્રમમાં ક્લબ મેમ્બરોએ ડાન્સ પાર્ટીની મજા માણી હતી. કાર્યક્રમની શરૂઆત પહેલા અલ્પાહાર અને કાર્યક્રમ બાદ પ્રીતિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આમ સેવા સમર્પણ આનંદ ,ઉલ્લાસ અને મોજમસ્તી સાથે આ દિવસને યાદગાર બનાવી દેવામાં આવ્યો હતો.પ્રેસિડેન્ટ પરવીન બેન, સેક્રેટરી દિપાલી બેન અને પ્રોજેક્ટ ચેરમેન ફાલ્ગુની બેન અને સમગ્ર ટીમ દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

ફેલોસીપ એન્ડ ફ્રેન્ડશીપ મીટ નો મુખ્ય હેતુ નજીકની ક્લબની સાથે મિત્રતા વધારવી અને એકબીજાના ક્લબની પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવવી અને કાર્ય ને આગળ વધારવું. જે ડીસ્ટ્રિક ચેરમેન સ્નેહાબેન ભગતનું ડ્રીમ હતું જે વ્યારા ક્લબ દ્વારા ફુલફીલ કરવામાં આવ્યું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *