સીઓઈ કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે આઈ.સી.એ.આર.ના ૯૮માં સ્થાપના દિવસની ઉજવણી

0
સીઓઈ કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે આઈ.સી.એ.આર.ના ૯૮માં સ્થાપના દિવસની ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬. તા.૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ સેન્ટર ઓફ એક્સલેન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)ના ૯૮મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

આ અવસરે કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)ની સ્થાપના તા. ૧૬ જુલાઈ, ૧૯૨૯ના રોજ કરવામાં આવી હતી. પરિષદનો મુખ્ય હેતુ કૃષિ, પશુપાલન, મત્સ્યપાલન તથા સંલગ્ન ક્ષેત્રોમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ સેવાઓને પ્રોત્સાહન આપી કૃષિ વિકાસને વેગ આપવાનો છે.

 

કાર્યક્રમ દરમિયાન કુમારી ડિ. સી. ટંડેલ, જુનિયર રિસર્ચ ફેલો દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના કાર્ય, કૃષિ સંશોધન ક્ષેત્રે તેના અમૂલ્ય યોગદાન તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણના મહત્વ અંગે માહિતીપ્રદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

ICARના ૯૮મા સ્થાપના દિવસ નિમિત્તે ડૉ. સ્મિત આર. લેન્ડે, કેન્દ્ર વડા, સેન્ટર ઓફ એક્સલેન્સ ઇન એક્વાકલ્ચર, ઉકાઈ કેન્દ્રે જણાવ્યું હતું કે છેલ્લા ૯૮ વર્ષ દરમિયાન ICARએ કૃષિ, મત્સ્યપાલન અને પશુપાલન ક્ષેત્રોમાં સંશોધન, નવીનતા અને ટેક્નોલોજી વિકાસ દ્વારા દેશની ખાદ્ય અને પોષણ સુરક્ષાને મજબૂત બનાવવામાં ઐતિહાસિક યોગદાન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ICARના વૈજ્ઞાનિકોના અવિરત સંશોધન અને ટેક્નોલોજીના વિકાસને કારણે આજે ભારત વિશ્વમાં માછલી ઉત્પાદનમાં બીજા ક્રમે પહોંચ્યું છે, જે દેશ માટે ગૌરવની બાબત છે.

 

કાર્યક્રમના અંતે સેન્ટર ઓફ એક્સલેન્સ ઇન એક્વાકલ્ચર, ઉકાઈ કેન્દ્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસનો સંદેશ આપ્યો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *