“ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત સાયબર ફ્રોડ કરનાર અને છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને બનાસકાંઠાથી ધરપકડ કરતી કુકરમુંડા પોલીસ

0
“ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત સાયબર ફ્રોડ કરનાર અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને બનાસકાંઠાથી ધરપકડ કરતી કુકરમુંડા પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 13.  હિતેષભાઇ નાનસિંગભાઇ વળવી ઉ.વ ૩૫ રહેવાસી-રાજપુર તા.કુકરમુંડા જી.તાપીને પર્સનલ લોન ની જરુર હોય, જેથી તેઓએ ગુગલકોમ પર પ્રધાનમંત્રી મુંદ્રા લોન પેજ સર્ચ કરતા અજાણ્યો વ્યકિતના મોબાઇલ નંબર +૯૧૯૯૯૨૭૪૩૩૪૯એ હિતેષભાઇના મોબાઇલ નંબર પર વોટસએપ કોલ તેમજ સાદો ફોન કરી તેમને વિશ્વાસમાં લઈ તેમણે આપેલ યુ.પી.આઇ. આઇ.ડી. ratiocinatepaxi@suryoday પર બોન્ડ અને ઇન્સ્યોરન્સ તેમજ યુ.પી.આઇ. આઇ.ડી. ૧૧૨૫૭૫૮૪૮૮૯@okbizaxis પર t.d.s. charge તેમજ આઇ.ડી. ૮૬૮૧૦૭૦૭૮૬@axl પર E.M.I PROTECTION તેમજ યુ.પી.આઇ.આઇ.ડી. ranc8878(@okicici પર NOC VOUCHER અને યુ.પી.આઇ. આઇ.ડી.૬૩૫૩૯૪૩૮૯૧@okbizaxis પર NOC VOUCHER જેવા લોન પર અલગ અલગ ટેક્ષ બતાવી ફરીયાદીશ્રીના એસ.બી.આઇ બેંક એકાઉન્ટ નંબર- XXXXXXX૦૧૧૬ તેમજ ધી સુરત ડિસટ્રક્ટ બેંક લી. ના એકાઉન્ટ નંબર – XXXXXX૭૯૪૩ માંથી અલગ અલગ રૂપિયાનુ ટ્રાન્ઝેકશન કરાવી એમ કુલ મળી રૂપીયા- ૫૭,૭૧૭/- ગુગલ-પે તેમજ પે-ટીએમ એપ થી ટ્રાન્સફર કરાવી હિતેષભાઇના રૂપીયા પરત નહિં આપી તેમની સાથે ઓન લાઇન છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો આંચરતા કુકરમુંડા પોલીસે તા.૩૧/૦૭/૨૦૨૫ ના રોજ ગુનો નોંધવામાં આવેલ હતો અને કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈ ના તાબામાં એક ટીમ બનાવી બનાસકાંઠા તેમજ પાટણ ખાતે વોન્ટેડ આરોપીઓને પકડવા સારૂ મોકલી આપેલ હતી અને તપાસ દરમ્યાન મુકેશભાઈ નેમાભાઈ માળી ઉ.વ.૨૯ રહે.સરદારપુરા ગામ પોસ્ટ. રવેલ તા.દિયોદર જી.વાવ-થરાદ મળી આવતા તેમની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ પો.ઇન્સ.શ્રી આઇ.ડી. દેસાઈ કુકરમુંડા પો.સ્ટે. કરી રહેલ છે.

પકડાયેલ આરોપી :

મુકેશભાઇ નેમાભાઇ માળી ઉ.વ.૨૯ રહે. સરદારપુરા ગામ પોસ્ટ.રવેલ તા.દિયોદર જી.વાવ-થરાદ ને તા.૧૩/૦૭/૨૦૨૭ના રોજ અટક કરવામાં આવેલ છે.

વોન્ટેડ આરોપીઓ :

૧/- લવ અરવિંદભાઇ વિક્રમભાઇ મહેશ્વરી (રાઠી) રહેવાસી- ૫૨૬૬/૧, સર્વોદોય સોસાયટી,થરાદ જી.વાવ- થરાદ

૨/- સીપાઇ અમીરખાન રીયાઝ મોહમ્મદ રહે.૨૭૪, શેરગંજ રાજપુર તા.નવા ડીસા જી.બનાસકાંઠા

૩/- વિજયભાઇ કાંતિલાલ પરમાર રહેવાસી – હનુમાન મંદિર, ૬૬ પચાસ કોર્ટર પાલનપુર શહેર જી.બનાસકાંઠા

સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

1) શ્રી આઈ.ડી .દેસાઈ પોલીસ ઈન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન, 2) એ.એસ.આઇ. રવીકુમાર રમેશભાઈ નોકરી- કુકરમુંડા પોલીસ સ્ટેશન, 3) અ.હે.કો. રવિભાઇ હરીયાભાઇ નોકરી- કુકરમુંડા પોલીસ સ્ટેશન, 4) અ.પો.કો. મેહુલભાઇ માવજીભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, 5) આ.પો.કો. ભરતભાઇ ગજુજી નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, 6) આ.પો.કો. કમલેશભાઇ કિશનભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other