રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી અંતર્ગત મત્સ્ય રત્ન–2026 સન્માન સમારોહ યોજાયો

0
રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી અંતર્ગત મત્સ્ય રત્ન–2026 સન્માન સમારોહ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. તા. 10 જુલાઈ, 2026ના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ નિમિત્તે મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, નવસારી તથા સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈના સંયુક્ત ઉપક્રમે નવસારી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ડૉ. જયેશ પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ડૉ. આર. જે. મોદી, સહ-વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર; મુખ્ય અતિથિ તરીકે ડૉ. પી. એચ. રાઠોડ, વરિષ્ઠ વૈજ્ઞાનિક તથા નોડલ અધિકારી, NGRC (CIBA-ICAR), નવસારી; તેમજ શ્રીમતી બિંદુબેન પટેલ, મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક, નવસારી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ મત્સ્યપાલકો અને ઝીંગા (શ્રિમ્પ) પાલકોને તેમની ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ યોગદાન અને સિદ્ધિઓ બદલ “મત્સ્ય રત્ન–2026” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુલ પાંચ પ્રગતિશીલ મત્સ્યપાલકોને મત્સ્ય રત્ન–2026 સન્માન એનાયત કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મત્સ્યપાલકો, ઝીંગા પાલકો, વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો તથા વિભાગીય અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેડૂતલક્ષી નવીન ટેક્નોલોજી, મત્સ્ય ઉછેર અને આનુષંગિક સેવાઓ અંગે માહિતી પ્રદાન કરતા વિવિધ પ્રદર્શન સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા ઉપસ્થિત ખેડુતોને ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત થયું.

મત્સ્ય રત્ન–2026થી સન્માનિત થયેલ મત્સ્યપાલકોના નામ નીચે મુજબ છે:
1.શ્રી સુરેશભાઈ જોગીભાઈ પટેલ
2. શ્રી જીતેશભાઈ મનસુખભાઈ દલસાણીયા
3. શ્રી નરેન્દ્રભાઈ ટંડેલ
4.શ્રી જયંતિભાઈ પરસોત્તમ કેવટ
5.શ્રી અશોકભાઈ ભગુભાઈ પટેલ
અને કાર્યક્રમના અંતે મત્સ્ય ખેડૂતોને માછલીના બીજ, ખોરાક તથાં ફિશ કેરેટ જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમનું સૂત્ર સંચાલન મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડો. એચ. જી. સોલંકી, કા. યુ., નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમ ના અંતે આભારવિધિ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર, કા. યુ., ઉકાઈ ના વડા ડો. એસ. આર. લેન્ડે દ્રારા કરવામાં આવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *