તાપી જિલ્લામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 15 નાસ્તા સેન્ટરોમાં ચકાસણી હાથ ધરાઈ

ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને પીવાના પાણીની વ્યવસ્થાની તપાસ; ન્યૂઝ પેપરના ઉપયોગ ન કરવા સૂચના અપાઈ
—
(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા.૧૦. તાપી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી અધિકારીઓ તેમજ ફૂડ સેફટી કેમિસ્ટ દ્વારા વ્યારાના વિવિધ વિસ્તારોમાં આવેલા નાસ્તા સેન્ટરોમાં વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
ચકાસણી દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા, પીવાના પાણીના રિપોર્ટ્સ તથા સ્વચ્છતાની તપાસ કરવામાં આવી હતી. ખાદ્ય તેલની ગુણવતા બાબતે કુલ ૧૫ પેઢીઓમાં TPC મશીનથી ચકાસણી કરવામાં આવી હતી.તેમજ દુકાનદારોને ન્યૂઝ પેપરનો ઉપયોગ ખાદ્યપદાર્થોના પેકિંગ માટે ન કરવા, ખાદ્યપદાર્થોને ઢાંકીને રાખવા તેમજ નાસ્તા સેન્ટર ખાતે સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ ચકાસણીમાં ચામુંડા સમોસા એન્ડ વડાપાંઉ સેન્ટર (મેઈન બજાર), રામસિંગ નાસ્તા સેન્ટર, જય માતાજી નાસ્તા હાઉસ, મા તુળજા ભવાની નાસ્તા, પાવન ગોટા હાઉસ (જનક નાકા), શ્રી મહાલક્ષ્મી વડાપાંઉ સેન્ટર (મુસા રોડ), સુખિયા વડાપાંઉ સેન્ટર (રિવરફ્રન્ટ), નિક વડાપાંઉ (મેઈન બજાર), જલારામ નાસ્તા હાઉસ, જલારામ દાબેલી એન્ડ વડાપાંઉ, ઓમ સાંઈરામ નાસ્તા હાઉસ, બાપા સીતારામ નાસ્તા સેન્ટર, જલારામ ટી એન્ડ નાસ્તા સેન્ટર, મહાલક્ષ્મી વડાપાંઉ સેન્ટર (જનક નાકા) તથા ઓમ સાંઈરામ ટી એન્ડ નાસ્તા સેન્ટર (પાનવાડી) સહિત કુલ 15 નાસ્તા સેન્ટરોનો સમાવેશ થયો હતો.એમ ડેઝિગ્નેટેડ ઓફિસર અને ઔષધ નિયમન તંત્ર વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
000000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
