પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ-6 પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 10 :- પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટેની વર્ષ 2027-28ની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2026 છે.
આ પ્રવેશ પરીક્ષા માટે 1 મે, 2015 થી 31 જુલાઈ, 2017 (બંને તારીખો સહિત) વચ્ચે જન્મેલા વિદ્યાર્થીઓ અરજી કરવા પાત્ર રહેશે.
રસ ધરાવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ વધુ માહિતી માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ www.navodaya.gov.in ની મુલાકાત લઈ શકે છે. તેમજ ઉમેદવારો https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઇટ પરથી વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરી શકશે.એમ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય બોરખડીની અખબારી યાદીમાં જણાવાયું છે.
0000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
