માંગરોળ તાલુકાનાં આમખૂટા ગામની હીરલબેન ગામીતનું કરાયેલું અપહરણ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના આમખૂટા ગામે સાદડી ફળિયામાં રહેતા સોમાભાઈ કેહનાભાઈ ગામીતની ૧૬ વર્ષીય પુત્રી હિરલબેન ગામીતને કોઈ શખ્સ લગ્ન કરવાની લાલચ આપી , વાલીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ દાખલ થયેલ છે, હિરલબેન શરીરે મધ્યમ બાધાની, રંગે ઘઉંવર્ણ, ઉંચાઈ ૪.૬ ફૂટ,શરીરે કાળા રંગની ટી-શર્ટ , ભૂરા રંગનું જીન્સ પેન્ટ પહેરેલું છે,જે કોઈને ભાળ મળે તો નજીકનાં પોલીસ મથકે અથવા માંગરોળ પોલીસ મથકે જાણ કરવા , સુરત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.