નાણા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની લીધી મુલાકાત

0
નાણા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની લીધી મુલાકાત
Contact News Publisher

મંત્રીશ્રીએ ડેમની વિવિધ ટેકનિકલ લાક્ષણિકતાઓ, મહત્તમ જળ સંગ્રહ ક્ષમતા સહિતની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત કરી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૩. :- તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા નાણા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલે સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી અને આર્થિક સમૃદ્ધિના આધારસ્તંભ સમાન ઉકાઈ ડેમની વિશેષ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન ઉકાઈ ડેમ ખાતે મંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાતના મુખ્ય ભાગરૂપે મંત્રીશ્રી કમલેશભાઈ પટેલએ ઉકાઈ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી એસ.વી.જાગીરદાર પાસેથી ડેમની વિવિધ ટેકનિકલ લાક્ષણિકતાઓ, મહત્તમ જળ સંગ્રહ ક્ષમતા સહિતની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

આ ઉપરાંત, કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા ઉકાઈ ડેમ આધારિત કાર્યરત વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓ, દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સિંચાઈ વ્યવસ્થાપન તેમજ આસપાસના વિસ્તારોમાં પૂરા પાડવામાં આવતા પીવાના પાણીના નેટવર્ક વિશે પણ મંત્રીશ્રીને વિસ્તૃત રીતે વાકેફ કરાયા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *