તાપી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વ્યારામાં ‘ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ’ યોજાયો

વાહનચાલકોને નિયમોનું પાલન કરવા સમજ અપાઈ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 22 – તાપી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા પ્રજામાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી કાકરપાર પોલીસ સ્ટેશન વિસ્તારના વાધપાણી ચારરસ્તા પાસે ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી બી. બી. પરધને અને તેમની ટીમ દ્વારા ‘ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ’ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સમજ આપવામાં આવી હતી.
આ ઝુંબેશ અંતર્ગત પોલીસ ટીમ દ્વારા ફોર વ્હીલર ચાલકોને સીટ બેલ્ટ બાંધવા અને ગાડીઓમાંથી કાળા કાચ દૂર કરવા કડક સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવાના ફાયદા સમજાવી વાહનની પાછળ રેડિયમ અને રિફ્લેક્ટર લગાવવા અનુરોધ કરાયો હતો, જેથી રાત્રિ દરમિયાન અકસ્માતો નિવારી શકાય. વાહનચાલકો પાસે પી.યુ.સી., ઇન્સ્યોરન્સ અને આર.સી. બુક જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવાની અપીલ કરવા સાથે ટ્રાફિક નિયમોની વિગતવાર માહિતી આપતા પેમ્પલેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
○○●
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
