વાલોડના દેગામા-ટીચકપુરા રોડ પર મીંઢોળા નદીના બ્રિજની કામગીરી અર્થે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરાયું

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર. બોરડ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.19. :- તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં દેગામા-ટીચકપુરા રોડ પર મીંઢોળા નદી ઉપર હાઇ લેવલ બ્રિજના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી સંદર્ભે સદર રસ્તાને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર. બોરડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવવા-જવા માટે વાહનચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે દેગામા – રૂપવાડા – કપુરા રોડ, દેગામા – શાહપુર – વ્યારા રોડ અને દેગામા – બાજીપુરા – વ્યારા રોડનો ઉપયોગ કરી શકશે. આ જાહેરનામાની અમલવારી તા.૧૫/૦૮/૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ કાયદેસરની શિક્ષાને પાત્ર થશે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
