બારડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

0
બારડોલી પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬. આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ,  એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકેલ હતા અને આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇને મળેલ સંયુકત બાતમી આધારે વ્યારા તુલસી પાર્કની સામે ચાની દુકાન ખાતેથી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમા નોંધાયેલ છેતરપીંડીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- લક્ષ્મણ ઉર્ફે લઘુ રતનભાઇ ભોઇ ઉ.વ.૩૩ રહે. વ્યારા દાદરી ફળીયુ મસ્જીદની પાછળ તા.વ્યારા જી.તાપી ને તા.૧૬/૦૬/૨૦૨૬ ના રોજ હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ધર્મેશભાઇ મગનભાઇ, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇ તથા ડ્રા.એ.એસ.આઇ. કિરણભાઇ વેચ્યાભાઇએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *