સોના ચાંદીના દાગીના કેમીકલ પાવડરથી ચમકાવી આપવાની વાત કરી છેતરપીંડી કરતા આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
સોના ચાંદીના દાગીના કેમીકલ પાવડરથી ચમકાવી આપવાની વાત કરી છેતરપીંડી કરતા આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી (AI generated)
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. ગઇ તા.૦૯/૦૬/૨૦૨૬ ના રોજ ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એલ.સી.બી. જી.તાપી તથા પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો પોલીસ માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકેલ હતા અને વાલોડ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુના મુજબ ફરિયાદી અરવિંદાબેન તે હર્ષદભાઇ રમણભાઇ ગામીતની વિધવા રહે. અંબાચ ગામ આશ્રમ ફળીયુ તા.વાલોડ જી.તાપીને એક કાળા કલરની પલ્સર મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઇસમોએ વાસણ તથા સોના ચાંદીના દાગીના કેમીકલ પાવડરથી ચમકાવી આપવાની વાત કરી ફરિયાદીના ગળામાં પહેરેલ સોનાની ચેઇન ચમકાવી આપવાનો વિશ્વાસ આપી અરવિંદાબેનની સોનાની ચેઇન આશરે બે તોલાની કિ.રૂ. ૮૦,૦૦૦/- ની કેમીકલ પાવડરમાં નાંખી સાફ કરી ફરિયાદીની નજર ચુકવી છેતરીને ચેઇન લઇ નાશી ગયેલ હતા, જેની તપાસ અર્થે એલ.સી.બી./પેરોલ ફર્લોના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારો મારફતે તપાસ ચાલુ હતી. દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ અને પો.કો. રોનક સ્ટીવન્સનને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, ‘આ તપાસ દરમ્યાન જણાય આવેલ ડાર્ક સિલ્વર કલરની પલ્સર મો.સા. GJ-04-DM-3083 ની ઉપર બે માણસો વ્યારા ટાઉન વિસ્તારમાં આટા ફેરા મારે છે’ તેવી હકીકત મળતા પોલીસ માણસો તપાસ કરવા જતા બાતમીવાળા નંબરની પલ્સર મોટર સાયકલ ઉપર બે ઇસમો વ્યારા તળાવ રોડ ઉપર રસ્તામાં મળી આવતા પોલીસે તેમને કોર્ડન કરી રોકી લીધા હતા. આરોપીઓ- (૧) મોહમદ અમજદ મોહમદ ઇલીમ રાઇન ઉ.વ.૨૩ હાલ રહે.બીલ્લીમોરા, ચીમરીયા નાકા સરા લાઇન ઝુપડપટ્ટીમાં તા.ગણદેવી જી.નવસારી મુળ રહે.સા ટોલા, ગામ-તુલસીપુર જમુનિયા, થાના-પરવત્તા જી.ભાગલપુર બિહાર (૨) મોહમદ ઉસ્તાદ મોહમદ સિરાજુલ મન્સુરી ઉ.વ.૩૧ હાલ રહે.બીલ્લીમોરા, ચીમરીયા નાકા સરા લાઇન ઝુપડપટ્ટીમાં તા.ગણદેવી જી.નવસારી મુળ રહે. કલબલીયા ધાર, ગામ-તુલસીપુર જમુનિયા, થાના-પરવત્તા જી.ભાગલપુર બિહાર ને પોલીસે પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓ બન્ને અલગ અલગ જગ્યાઓ ઉપર ગામડાઓમાં જઇ પાવડર અને કેમીકલ દ્વારા જુના વાસણો અને ઘરેણા ચમકાવી આપવાનું કામ કરે છે અને ગઇ કાલ તા.૦૮/૦૬/૨૦૨૬ ના રોજ વાલોડના અંબાચ ગામે ગુનો કરેલાની કબુલાત કરતા, બન્ને આરોપીઓને તા. ૦૯/૦૬/૨૦૨૬ ના રોજ પોલીસે હસ્તગત રાખી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે. ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) મોહમદ અમજદ મોહમદ ઇલીમ રાઇન ઉ.વ.૨૩ હાલ રહે.બીલ્લીમોરા, ચીમરીયા નાકા સરા લાઇન ઝુપડપટ્ટીમાં તા.ગણદેવી જી.નવસારી મુળ રહે. સર્જી ટોલા, ગામ-તુલસીપુર જમુનિયા, થાના-પરવત્તા જી.ભાગલપુર બિહાર

(૨) મોહમદ ઉસ્તાદ મોહમદ સિરાજુલ મન્સુરી ઉ.વ.૩૧ હાલ રહે. બીલ્લીમોરા, ચીમરીયા નાકા સરા લાઇન ઝુપડપટ્ટીમાં તા.ગણદેવી જી.નવસારી મુળ રહે.કલબલીયા ધાર, ગામ-તુલસીપુર જમુનિયા, થાના-પરવત્તા જી.ભાગલપુર બિહાર

ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગત :-

(૧) વાલોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૬૦૭૯૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૨), ૫૪ મુજબ

કબજે કરેલ મુદ્દામાલઃ-

(૧) ચેનનો ભુકો સોનુ હોય જેનુ વજન ૪.૭૦૦ ગ્રામ કિ.રૂ.૧૮,૮૦૦/- અને રવો (ઢાળકી) સોનુ હોય જેનુ વજન ૬.૫૭૦ ગ્રામ કિ.રૂ.૨૬,૨૮૦/- મળી કુલ્લે વજન ૧૧.૨૭૦ ગ્રામ કુલ્લે કિ.રૂ.૪૫,૦૮૦/-, (૨) ૨૦૦ ગ્રામના ભૈયા ક્લીનીંગ પાવડરની પેક થેલી નંગ-૬ અને ફોડેલી પાવડરની થેલી નંગ-૧, (૩) બે પ્લાસ્ટીકની બાટલીમાં અર્ધ ભરેલ નાઇસ્ટ્રીટ એસીડ, (૪) વાસણ ધોવા માટેનુ વીમ લીક્વીડની પાઉચ નંગ-૩, (૫) પ્લાસ્ટીકના નાના બાઉલ નંગ-૮, (૬) બે સ્ટીલના ડબ્બા જે બન્ને ડબ્બામાં રૂ માં કેરોસીન નાખેલ છે તે હાલ બળેલુ કાળા કલરનુ છે., (૭) એક ગોપાલ કંપનીનુ ૨૫ ગ્રામનુ હળદરનુ પાઉચ,  (૮) એક સફેદ કલરનુ પતરાનુ બાઉલ,  (૯) બે સફેદ કલરની રકાબી,  (૧૦) ત્રણ નંગ નાના બ્રસ જેમાં બે લાકડાના અને એક પ્લાસ્ટીકનુ,  (૧૧) એક નાનુ લોખંડનુ પકડ, (૧૨) એક ૧૦૦ ગ્રામનુ ગોલ્ડ ક્લીનીંગ કેમીકલ પાવડરનુ ફોડેલુ પાઉચ,  (૧૩) એક ATOM કંપનીનુ સોનુ તોલવાનુ પોકેટ મશીન, (૧૪) વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- (૧૫) સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૩૦૦૦/- (૧૬) રોકડા રૂપિયા- ૫,૨૦૦/- (૧૬) પલ્સર મો.સા.૧૨૫ સી.સી. કિ.રૂ. ૩૦,૦૦૦/- ઉપરોકત તમામ ચીજવસ્તુ કિ.રૂ.૮૮,૨૮૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-

(૧) મોહમદ અમજદ મોહમદ ઇલીમ રાઇન

અમરેલી જિલ્લા દામનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૮૭/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૭૯(એ), ૩૪ મુજબ

(૨) મોહમદ ઉસ્તાદ મોહમદ સિરાજુલ મન્સુરી

ભાવનગર અલંગ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૨૨૧૦૨૭૧/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ, એલ.સી.બી., જી.તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઈ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ, પો.કો. રોનક સ્ટીવનસન, પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, અ.પો.કો. વિપુલભાઇ બટુકભાઇ, આ.પો.કો. આત્મારામભાઇ સુમનભાઇએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *