કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા બોર્ડ અને જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની સમીક્ષા બેઠક યોજાઈ

શાળાઓ-આંગણવાડીઓમાં ટેપ કનેક્શન આપવા અને ચોમાસા પૂર્વે પાણીની ગુણવત્તા ચકાસવા કલેક્ટરશ્રીની તાકીદ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.10. – તાપી જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ‘ગુજરાત પાણી પુરવઠા બોર્ડ’ તેમજ ‘જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં પીવાના પાણીની સુવિધા, જૂથ પાણી પુરવઠા યોજનાઓની પ્રગતિ અને જળ વ્યવસ્થાપન અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને કલેક્ટરશ્રીએ જિલ્લા યુનિટને પ્રિ-મોન્સુન અને પોસ્ટ-મોન્સુન દરમિયાન પીવાના પાણીની ગુણવત્તા ચકાસણી અભિયાન નિયમિતપણે ચલાવવા કડક સૂચના આપી હતી. આ ઉપરાંત, જિલ્લાની આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા હાથ ધરી, ટેપ કનેક્શન સુવિધાથી વંચિત રહેલી તમામ શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્યની સુખાકારી અર્થે યુદ્ધના ધોરણે આ સુવિધા ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મોર્યા, ડીઆરડીએ નિયામક સુશ્રી બી.એસ. ભાલારા, કાર્યપાલક ઇજનેરશ્રી ડી. એલ. ટંડેલ, વાસ્મોના સભ્ય સચિવ શ્રી વાય. આર. ગરાસીયા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી ધારા પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
