વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર ઉકાઈ દ્વારા યોજાઈ

0
વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર ઉકાઈ દ્વારા યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૮. ઉકાઈ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી દ્વારા તા. 8 જૂન, 2026ના રોજ વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે જીએલઆરએસ શાળા, ઉકાઈ ખાતે આશરે ૨૭૫ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

 

કાર્યક્રમમાં સેન્ટર ઓફ એક્સેલન્સના વૈજ્ઞાનિક ડૉ.સ્મિત લેન્ડે , ડૉ. રાજેશ વસાવા તેમજ વેરાવળથી ખાસ આમંત્રિત મહેમાન તરીકે પધારેલા ડૉ. ચાંદની દવે અને ડૉ. રવિ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમ દરમિયાન ડૉ. ચાંદની દવે દ્વારા વિશ્વ મહાસાગર દિવસ અને વિશ્વ પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે મહાસાગરો અને પર્યાવરણના સંરક્ષણની આવશ્યકતા, તેની જાળવણીમાં વ્યક્તિગત જવાબદારીઓ તથા પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે વિશેષ કાળજીઑ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

 

કાર્યક્રમના અંતે સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે વિશેષ નાની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *