રેડ પડતા જ જુના કુકરમુંડા ગામેથી રેતી ચોરો પોતાની થાર જીપ, બાઈક, હિતાચી અને મશીનરી છોડીને ભાગી છૂટયા

0
રેડ પડતા જ જુના કુકરમુંડા ગામેથી રેતી ચોરો પોતાની થાર જીપ, બાઈક, હિતાચી અને મશીનરી છોડીને ભાગી છૂટયા
Contact News Publisher

કુકરમુંડા તાલુકામાં ગેરકાયદેસર રેતી સંગ્રહ સામે તંત્રની કાર્યવાહી

 

જુના કુકરમુંડા ગામે આશરે રૂ. ૧.૫૮ કરોડથી વધુ કિંમતની રેતી અને સાધનો સીઝ

 

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૦૮ : પ્રાંત અધિકારીશ્રી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી નિઝર, મામલતદારશ્રી, કુકરમુંડા તથા તેમની ટીમ દ્વારા સોમવારે કુકરમુંડા તાલુકાના જુના કુકરમુંડા ગામે સ.નં. ૯૬૧ ના પટ્ટમાં વિના પરવાનગીએ રેતી ખનન કરતા હોવાનું માલુમ પડતા આકસ્મિક તપાસ કરતા આ જગ્યાએ ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવેલ નહીં હોવાનું જાણવા મળેલ.

રેડ પડતા જ જુના કુકરમુંડા ગામેથી રેતી ચોરો પોતાની થાર જીપ, બાઈક, હિતાચી અને મશીનરી છોડીને ભાગી છૂટયા

આ જગ્યાએથી કામ કરતા માણસો ભાગી જતા સ્થળે ઉપલબ્ધ સાધનો જેવા કે ૬ હિતાચી, પીક અપ ટેમ્પો નં. જીજે ૦૫બીટી ૫૩૭૯, ૧૦ નાવડી, ૧૦ ચારણા, થાર જીપ (બિન નંબરી), હોન્ડા યુનિકોર્ન બાઇક નં. જીજે ૨૬ એફ ૯૭૮૩, નાવડી સાથેના પાઈપ નંગ ૬૦, પીપ નંગ ૨૫૦ તથા અંદાજિત ૧૨૦ ટન સાદી રેતી મળી અંદાજે કુલ રૂા. ૧.૫૮ કરોડની રકમનાં સાધનો તથા સાદી રેતીનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.

આ સાધનો તથા સાદી રેતીનો કબ્જો ખાણ ખનિજ વિભાગને સોંપી વધુ તપાસ માટે જાણ કરવામાં આવી છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *